ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક શ્રી પિયુષ રામપ્રસાદ રાજકે આજે ઘોષણા કરી છે કે, જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”નું આયોજન દાંડી કુંટિર, મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 19 નવેમ્બર, 2024ના રોજ સવારે 11:00 વાગ્યે માનનીય ભારતીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન ગાંધીનગરના તમામ નિવાસીઓને આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રિત કરે છે, જ્યાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જગત તમારી રાહ જોઈ રહ્યું છે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે અને દરેક વયના મુલાકાતીઓને રસપ્રદ તથા સમૃદ્ધ અનુભવ આપશે. વિશેષમાં, માતા-પિતાને ખાસ વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને આ પ્રદર્શનમાં લઈને આવે, કારણ કે તે તેમને સ્ટેમ્પ્સ એકત્રિત કરવાની ફળદાયી હોબી સાથે પરિચય કરાવવાનું ઉત્તમ મંચ છે. આ કાર્યક્રમ ફિલેટેલી પ્રત્યે પ્રેમ જગાવતો છે અને સાથે સાથે તે શૈક્ષણિક પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપે છે, જે ઈતિહાસ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું સમન્વય પ્રદર્શિત કરે છે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાની કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે. વધુ લોકો સુધી પહોંચવા માટે, “ફિલાવિસ્ટા-2024”ની અપડેટ્સ અને મુખ્ય ઝલકો નિયમિતપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવશે. આ માટે અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે: philavista_gnr2024 અને ટ્વિટર (X) હેન્ડલ છે: @Philavista_gnr ફોલો કરો.
Read More »પ્રધાનમંત્રીએ સામાજિક સમાવેશિતા અને ભૂખ અને ગરીબી સામેની લડાઈ પર જી-20 સત્રને સંબોધિત કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ’સામાજિક સમાવેશ અને ભૂખ અને ગરીબી સામેની લડાઈ’ વિષય પર જી-20 સમિટના પ્રારંભિક સત્રને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી લુઈસ ઈનાસિઓ લુલા ડા સિલ્વાનો સમિટનું આયોજન કરવા બદલ અને તેમની ઉદાર આતિથ્ય માટે આભાર માન્યો હતો. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર કેન્દ્રિત બ્રાઝિલના G20 એજન્ડાની પ્રશંસા કરી, નોંધ્યું કે આ …
Read More »છ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (18 નવેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સ્વિટ્ઝર્લેન્ડ, જોર્ડન, પાપુઆ ન્યુ ગિની, દક્ષિણ આફ્રિકા, મ્યાનમાર અને ઇજિપ્તના રાજદૂતો/ઉચ્ચાયુક્તો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા હતા. પોતાના ઓળખપત્રો રજૂ કરનાર લોકોઃ 1. માનનીય શ્રીમતી માયા ટિસફી, સ્વિટ્ઝર્લેન્ડના રાજદૂત 2. માનનીય શ્રી યુસુફ મુસ્તફા અલી અબ્દેલ ગની, …
Read More »કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે, અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી મેળવી
આજરોજ કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણશ્રી રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીએ …
Read More »DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 16 નવેમ્બર, 2024ના રોજ મોડી રાત્રે ઓડિશાના દરિયાકિનારે ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળ ઉડાન પરીક્ષણ હાથ ધર્યું. આ હાઈપરસોનિક મિસાઈલને સશસ્ત્ર દળો માટે 1,500 કિલોમીટરથી વધુની રેન્જવાળા વિવિધ પેલોડ વહન કરવા માટે ડિઝાઈન કરવામાં આવી …
Read More »સારા પુરવઠાને કારણે એક મહિનામાં ટામેટાના ભાવમાં 22 ટકાથી વધુનો ઘટાડો; ગ્રાહક બાબતોનો વિભાગ, ભારત સરકાર
મંડીમાં ભાવ ઘટવાથી ટામેટાના છૂટક ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. 14મી નવેમ્બર, 2024ના રોજ અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમતો રૂ.52.35 પ્રતિ કિલોગ્રામ હતી જે 14મી ઓક્ટોબર, 2024ના રોજ રૂ.67.50 પ્રતિ કિલોગ્રામ કરતાં 22.4% ઓછી છે. આ જ સમયગાળા દરમિયાન ટામેટાની આવકમાં વધારા સાથે આઝાદપુર મંડીમાં મોડલના ભાવમાં લગભગ 50% ઘટાડો થયો હતો, અને …
Read More »પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય પુરસ્કાર – “ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર”થી નવાજવામાં આવ્યા
સ્ટેટ હાઉસ ખાતે એક સમારોહમાં, ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરીયાના પ્રમુખ, મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમની રાજનીતિ અને ભારત-નાઈજીરિયા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અદભૂત યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર – “ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર” એનાયત કર્યો હતો. એવોર્ડ પ્રશસ્તિ નોંધે છે કે પ્રધાનમંત્રીના દૂરંદેશી …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાઇજીરિયાનાં અબુજામાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાય દ્વારા વિશેષ ઉષ્મા અને ઉમંગ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સમુદાય તરફથી મળેલો પ્રેમ અને મિત્રતા તેમના માટે એક મોટી મૂડી …
Read More »12ನೇ ಭಾರತ ಒಳಗೊಳ್ಳುವಿಕೆ ಶೃಂಗಸಭೆ 2024: ಒಳಗೊಂಡ ಭಾರತಕ್ಕಾಗಿ ಬದಲಾವಣೆಯ ವೇಗವರ್ಧಕ
ದೇಶಾದ್ಯಂತದ ಚಿಂತಕ ನಾಯಕರು, ಬದಲಾವಣೆಯ ಕಾರಣಕರ್ತರು ಮತ್ತು ಒಳಗೊಳ್ಳುವಿಕೆಯ ಪ್ರತಿಪಾದಕರನ್ನು ಒಂದುಗೂಡಿಸಿದ ಬಹು ನಿರೀಕ್ಷಿತ 12ನೇ ಭಾರತೀಯ ಒಳಗೊಳ್ಳುವಿಕೆ ಶೃಂಗಸಭೆ (ಐಐಎಸ್) 2024ರ ನವೆಂಬರ್ 16 ಮತ್ತು 17 ರಂದು ರೋಮಾಂಚಕ ನಗರವಾದ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನಡೆಯಿತು. ಒಳಗೊಳ್ಳುವಿಕೆ ಮತ್ತು ವೈವಿಧ್ಯತೆಯ ಲೋಕದಲ್ಲಿ ಸಾಮರ್ಥ್ಯಗಳನ್ನು ಸಂಭ್ರಮಿಸಲು, ಸಂವಾದಗಳನ್ನು ಪೋಷಿಸಲು ಮತ್ತು ಇನ್ನಷ್ಟು ಒಳಗೊಂಡ ಭಾರತಕ್ಕಾಗಿ ಕ್ರಿಯಾಶೀಲ ಪರಿಹಾರಗಳಿಗೆ ವೇಗ ನೀಡಲು ಈ ಮಹತ್ವಾಕಾಂಕ್ಷಿ ಶೃಂಗಸಭೆ ವೇದಿಕೆಯಾಗಿದೆ. ಮಿಥ್ಯಗಳನ್ನು ತೊಡೆದು ಹಾಕುವುದು, ವೈವಿಧ್ಯತೆಯನ್ನು ಆಲಿಂಗಿಸುವುದು …
Read More »கைத்தறி, விசைத்தறி தொழிலாளர்களின் வாழ்வாதாரத்தை மேம்படுத்த மத்திய, மாநில அரசுகள் இணைந்து பணியாற்ற வேண்டும்; சென்னையில் மத்திய ஜவுளித்துறை அமைச்சர் கிரிராஜ் சிங் வலியுறுத்தல்
தமிழகத்தில் கைத்தறி, விசைத்தறி தொழிலாளர்களின் வாழ்வாதாரத்தை மேம்படுத்த மத்திய, மாநில அரசுகள் இணைந்து பணியாற்ற வேண்டும் என்று மத்திய ஜவுளித்துறை அமைச்சர் கிரிராஜ் சிங் வலியுறுத்தியுள்ளார். மத்திய ஜவுளித்துறை அமைச்சர் திரு கிரிராஜ் சிங், சென்னையில் இன்று ஜவுளித்துறை, கைத்தறி, கைவினைப்பொருட்கள் மற்றும் ஏற்றுமதி அபிவிருத்திக் கழகங்களின் அலுவலர்களுடன் இத்துறையின் திட்டங்களின் செயல்பாடுகள் குறித்து ஆய்வுக்கூட்டம் நடத்தினார். சென்னை சேப்பாக்கத்திலுள்ள அரசினர் விருந்தினர் மாளிகையில் நடைபெற்ற இக்கூட்டத்தில் தமிழ்நாடு அரசின் …
Read More »
Matribhumisamachar
