Tuesday, February 17 2026 | 10:22:41 PM
Breaking News

રોજગાર મેળા હેઠળ પ્રધાનમંત્રી 23 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત થયેલા 71,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ડિસેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.

રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે.

દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળા યોજાશે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે આ ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જોડાશે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

સોનાનો વાયદો ઘટીને રૂ.1.54 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.35 લાખને સ્પર્શ્યોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.8 ઢીલો

કોમોડિટી વાયદાઓમાં રૂ.18323.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.159542.02 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13912.42 કરોડનાં …