Tuesday, December 30 2025 | 01:30:32 PM
Breaking News

કેન્દ્ર સરકાર પછાત વર્ગોના ઉત્થાન માટે હંમેશા તત્પર છે: શ્રી રામદાસ આઠવલે

Connect us on:

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરની એક દિવસની મુલાકાતે આવ્યાછે.તેમણે સર્કિટ હાઉસ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ ગરીબો-પીડિતો અને શોષિતો ના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે વડોદરા ખાતે કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે બેઠક યોજીને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજ્ય અને કેન્દ્ર સરકારના વહીવટી તંત્ર દ્વારા એકબીજાના સહયોગથી જરૂરિયાત ધરાવતા નાગરિકોને અનેકવિધ યોજનાઓ થી લાભાન્વિત કરવા પ્રતિબદ્ધ થવા જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ પછાત વર્ગોના કલ્યાણ માટે અમલી યોજનામાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગારી માટે લેવાયેલા પગલાઓની વિસ્તૃત જાણકારી મેળવીને કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સંલગ્ન વડોદરા જિલ્લાના પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું. પછાત વર્ગોના વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશિપ, ભોજન અને નિવાસ સાથેની હોસ્ટેલ સુવિધાઓ બાબતે પણ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને આ યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે તેવા સઘન પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ગ્રાહકોને સશક્ત બનાવવા: નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇને 8 મહિનામાં 31 ક્ષેત્રોમાં ₹45 કરોડના રિફંડ મેળવવામાં મદદ કરી

ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગની મુખ્ય પહેલ, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH), સમગ્ર દેશમાં ગ્રાહકોની ફરિયાદોના અસરકારક, સમયસર અને પ્રી-લિટિગેશન (કાનૂની કાર્યવાહી પહેલાંના) નિવારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. 25 એપ્રિલ થી 26 ડિસેમ્બર 2025 સુધીના 8 મહિનાના સમયગાળા દરમિયાન, હેલ્પલાઇને 31 ક્ષેત્રોમાં રિફંડ દાવાઓ સંબંધિત 67,265 ગ્રાહક ફરિયાદોનું નિવારણ કરીને ₹45 કરોડના રિફંડ સફળતાપૂર્વક મેળવી આપ્યા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ પ્રી-લિટિગેશન સ્ટેજ પર કાર્યરત, NCH વિવાદોના ઝડપી, સસ્તા …