પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે પ્રદેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વિગતવાર વાતચીત કરી.
આદાન-પ્રદાન દરમિયાન, પ્રધાનમંત્રીએ તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. સંવાદ અને રાજદ્વારીના મહત્વ પર ભાર મૂકતા, શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે લાંબા ગાળાની પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે તણાવ ઓછો કરવો ખૂબ જ જરૂરી છે.
X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
“ઈરાનના રાષ્ટ્રપતિ @drpezeshkian સાથે વાત કરી. અમે વર્તમાન પરિસ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી. તાજેતરના ઉગ્ર તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંવાદ અને રાજદ્વારી રીતે આગળ વધવા તેમજ પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટેના આહવાનને પુનરાવર્તિત કર્યું.”