
કોમોડિટી વાયદાઓમાં રૂ.43951.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.216088.04 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26780.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36834 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.260039.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.43951.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.216088.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 36834 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5470.36 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26780.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152889 અને નીચામાં રૂ.151653ના સ્તરને સ્પર્શી, રૂ.149753ના આગલા બંધ સામે રૂ.2788ના ઉછાળા સાથે રૂ.152541ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.1834 વધી રૂ.122662 થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.220 વધી રૂ.15368ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.2728ની તેજી સાથે રૂ.152478 થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.150949ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153000 અને નીચામાં રૂ.150949ના મથાળે અથડાઈ, રૂ.150097ના આગલા બંધ સામે રૂ.2578 વધી રૂ.152675ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.249316ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.255409 અને નીચામાં રૂ.249316ના મથાળે અથડાઈ, રૂ.244316ના આગલા બંધ સામે રૂ.9990ના ઉછાળા સાથે રૂ.254306ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.9117 ઊછળી રૂ.257170ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.9064ની તેજી સાથે રૂ.257173ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 4742.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.23.65 વધી રૂ.1311.2ના ભાવે બોલાયો હતો. જસત મે વાયદો રૂ.1.9 વધી રૂ.347.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.6.3 ઘટી રૂ.368.2ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 85 પૈસા વધી રૂ.201 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 12036.73 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4574ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4650 અને નીચામાં રૂ.4445ના મથાળે અથડાઈ, રૂ.59 વધી રૂ.4592ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.9610ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.9644 અને નીચામાં રૂ.8380ના સ્તરને સ્પર્શી, રૂ.9698ના આગલા બંધ સામે રૂ.1139ના ભાવઘટાડા સાથે રૂ.8559ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.1142 ઘટી રૂ.8557 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.10.2 ઘટી રૂ.256.8 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.9.8 ઘટી રૂ.257.2 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.989.9ના ભાવે ખૂલી, 70 પૈસા ઘટી રૂ.986.5 થયો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2743ના ભાવે ખૂલી, રૂ.40 ઘટી રૂ.2802ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 16314.15 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 10466.45 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 3705.77 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 666.37 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 23.18 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 329.85 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 33.24 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 9848.16 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2155.33 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 0.50 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.31 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 11012 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 63852 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26628 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 356346 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 56948 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7407 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 22532 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 76389 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1673 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17665 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31444 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 36539 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 36834 પોઇન્ટના સ્તર અને નીચામાં 36539 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 813 પોઇન્ટ વધી 36834 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.286.9 ઘટી રૂ.118.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.2 ઘટી રૂ.6.95 થયો હતો.
સોનું મે રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.771 વધી રૂ.2035 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.279.5 વધી રૂ.746.5 થયો હતો. તાંબું મે રૂ.1350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.9.35 વધી રૂ.15.84ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.4 વધી રૂ.4.19ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.290.85 ઘટી રૂ.123.2 થયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.45 ઘટી રૂ.10.65ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.760 વધી રૂ.2046.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.375.5 વધી રૂ.854ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.205.6 વધી રૂ.279.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.25 વધી રૂ.13.45ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1310 ઘટી રૂ.1996 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.220000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.696.5 ઘટી રૂ.1109 થયો હતો. તાંબું મે રૂ.1250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.05 ઘટી રૂ.7.21 થયો હતો. જસત મે રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 45 પૈસા વધી રૂ.2.9 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.212.65 વધી રૂ.293ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.25 વધી રૂ.13.55 થયો હતો. સોનું-મિની મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1295 ઘટી રૂ.2060ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3944.5 ઘટી રૂ.6114ના ભાવે બોલાયો હતો.



Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

