Wednesday, August 12 2026 | 11:03:31 PM
Breaking News

છત્તીસગઢના સક્તિ જિલ્લામાં પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પર પીએમએ શોક વ્યક્ત કર્યો

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સક્તિ જિલ્લામાં એક પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે એમ પણ નોંધ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને ₹2 લાખની સહાય (ex-gratia) આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“છત્તીસગઢના સક્તિ જિલ્લામાં પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય એવી કામના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.

PMNRF માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: પીએમ @narendramodi”

About Matribhumi Samachar

Check Also

મહેસાણાની પ્રથમ નેક્સ્ટ-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ કર્યો શુભારંભ

    એન-જેન પોસ્ટ ઓફિસમાં ડાક સેવાઓ સાથે યુવાનો માટે વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી તથા યુપીઆઈ આધારિત …