Friday, April 10 2026 | 10:38:47 PM
Breaking News

Matribhumi Samachar

પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

‘તમામ માટે આવાસ’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જેજે ક્લસ્ટરમાં રહેતા લોકો માટે 1,675 નવા નિર્મિત ફ્લેટ્સનું …

Read More »

પ્રધાનમંત્રીએ દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. એક્સ પર શ્રી દેવેન્દ્ર ફડણવીસની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ લખ્યુઃ “હું દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરું છું. આ ચોક્કસપણે ‘ઇઝ …

Read More »

ONDCએ નાના ઉદ્યોગોને સશક્ત બનાવવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં યોગદાન આપ્યું છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાના ઉદ્યોગોને સશક્ત બનાવવા અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં ONDCના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તે વિકાસ અને સમૃદ્ધિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. X પર શ્રી પિયુષ ગોયલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું: “ONDC એ નાના વ્યવસાયોને સશક્તિકરણ કરવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ …

Read More »

પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા. શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન, મહિલાઓને સશક્ત કરવા અને માનવીય દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા. X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. …

Read More »

અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ: પ્રધાનમંત્રી

ન્યુ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા પ્રધાનમંત્રીએ આજે તેની સખત નિંદા કરી હતી. X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું: “અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ઈશ્વર તેમને આ ત્રાસદીમાંથી બહાર આવવા માટે શક્તિ અર્પે.”   …

Read More »

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.408 અને ચાંદીમાં રૂ.1,170નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.75 સુધર્યું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.72105.4 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11917.6 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60185.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18736 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

કાપડ મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2024

ભારતીય ટેક્સટાઇલ અને એપેરલ ઉદ્યોગ ભારતની આર્થિક વૃદ્ધિ, નિકાસને વેગ આપવા, રોજગારીનું સર્જન કરવામાં, મહિલા સશક્તિકરણમાં અને ભારતની સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉદ્યોગ દેશના જીડીપીમાં આશરે 2 ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં 10 ટકા અને ભારતની એકંદર નિકાસમાં 8.21 ટકા યોગદાન આપે છે. વૈશ્વિક વેપારની દ્રષ્ટિએ ભારત ટેક્સટાઈલનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જે વર્લ્ડ ટેક્સટાઇલની …

Read More »

એક રાષ્ટ્ર એક સભ્યપદ : ભારતની સંશોધન પ્રણાલીને સશક્ત બનાવવી

પ્રાચીન જ્ઞાન અને સમૃદ્ધ પરંપરા ધરાવતો દેશ ભારત હંમેશા નવીનતા અને શોધની દીવાદાંડી સમાન રહ્યો છે. ગણિત અને ખગોળશાસ્ત્રમાં અગ્રેસર પ્રગતિથી માંડીને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રદાન સુધી, બૌદ્ધિક સિદ્ધિનો દેશનો વારસો અજોડ છે. 15 ઓગસ્ટ, 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને આ ગૌરવપૂર્ણ વારસો અને ભારતના ભવિષ્યને આકાર આપવામાં સંશોધન …

Read More »

શ્રી અમિત શાહ નવી દિલ્હીમાં ‘જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખઃ થ્રુ ધ એજીસ’ પુસ્તકનું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ નવી દિલ્હીમાં 2 જાન્યુઆરી 2025ના રોજ મુખ્ય અતિથિ તરીકે પુસ્તક વિમોચન સમારોહની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જાણીતા લેખકો, શિક્ષણવિદો, મંત્રાલયના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ‘જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખઃ થ્રુ ધ એજીસ’ નામના પુસ્તકમાં …

Read More »

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટ માટેની ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025થી શરૂ થશે

પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 અને બીટિંગ રિટ્રીટ માટે ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025ના રોજથી શરૂ થશે. ટિકિટના દરોની વિગતો નીચે મુજબ છે: ક્રમાંક આયોજન ટિકિટોનું મૂલ્ય સમયપત્રક 1. પ્રજાસત્તાક દિનની પરેડ (26.01.2025) ₹100/- અને ₹20/- 02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025 થી 0900 વાગ્યાથી દિવસનો ક્વોટા સમાપ્ત થાય ત્યાં સુધી. 2. બીટિંગ રિટ્રીટ (ફુલ ડ્રેસ રિહર્સલ દા. ત. 28.01.2025) ₹20/- 3. બીટિંગ રિટ્રીટ (29.01.2025) ₹100/- …

Read More »