વર્ષ 2024 દરમિયાન ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગની પ્રવૃત્તિઓની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે: કિંમત દેખરેખ પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝન આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના દૈનિક ભાવ મોનિટરિંગ અને ભાવ સ્થિરીકરણના હસ્તક્ષેપના અમલીકરણની દેખરેખ રાખે છે. વિભાગ મોબાઇલ એપ એટલે કે પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ (પીએમએસ) મારફતે 555 પ્રાઇસ રિપોર્ટિંગ સેન્ટર્સમાંથી 22 આવશ્યક ચીજવસ્તુઓના દૈનિક રિટેલ અને જથ્થાબંધ ભાવો અને 16 વધારાની ચીજવસ્તુઓના છૂટક ભાવો …
Read More »BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન
ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો. શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ, BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ 24 ડિસેમ્બર 2024ની પૂર્વ સંધ્યાના રોજ હોલમાર્કિંગ અંગે જ્વેલર્સમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે, ડુંગરપુર જિલ્લો તાજેતરમાં 05 નવેમ્બર 2024થી ફરજિયાત હોલમાર્કિંગ જિલ્લાઓમાં ઉમેરાયો છે.
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સહકારિતા મંત્રીઓ શ્રી કૃષ્ણપાલ અને શ્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સહકાર મંત્રાલયનાં સચિવ ડૉ. આશિષ કુમાર ભૂતાની, સહકાર મંત્રાલયનાં અધિક સચિવ શ્રી પંકજ કુમાર બંસલ …
Read More »એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.442 અને ચાંદીમાં રૂ.320ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.49નો સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.46129.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8010.98 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.38117.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18693 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »સોનાના વાયદાના ભાવમાં રૂ.27 અને ક્રૂડ તેલમાં રૂ.9ની નરમાઈઃ ચાંદીના વાયદામાં રૂ.34નો સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ક્રિસમસની જાહેર રજા નિમિત્તે બુધવારના બંને સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા. મંગળવારે મોડી રાત્રે 11-55 વાગ્યે પૂરા થતા સત્ર સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.156186.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18122.4 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની સાથે 10,000 નવા સ્થપાયેલા એમ-પેક્સનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ડેરી અને ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીઓ સાથે મળીને 10,000 નવી સ્થપાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (MPACS) નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ, ઉર્ફે લાલન સિંહ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી શ્રી ક્રિષ્ન પાલ અને શ્રી મુરલીધર …
Read More »ચાંદીના વાયદાના ભાવમાં રૂ.131ની નરમાઈઃ સોનાના વાયદાઓમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ સુધર્યું
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57976.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8152.89 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.49816.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18563 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »કપાસના ખેડૂતોને અપીલ
વર્તમાન કપાસ સિઝન 2024-25માં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદી ચાલુ છે. CCIએ કપાસના ખેડૂતોના હિતના રક્ષણ માટે અમદાવાદની શાખા કચેરી હેઠળના 11 જિલ્લાઓમાં 30 જેટલા ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. વધુ માહિતી માટે, ખેડૂતો “કોટ-એલી” (Cott-Ally) મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. કપાસના ખેડૂતો કે જેઓ તેમની ઉપજ ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) ને લઘુત્તમ ટેકાના ભાવે વેચવા ઈચ્છે છે તેમની નોંધણી કપાસની સિઝનમાં માન્ય આધાર નંબરના આધારે ચાલુ રહેશે. અન્ય બાબતોની સાથે ગુણવત્તાના માપદંડોમાં એક એ નક્કી છે કે જો કપાસમાં ભેજનુ પ્રમાણ 8%થી વધુ ન હોય તો CCI કપાસના ખેડૂતોને સંપૂર્ણ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) ની કિંમત ચૂકવશે. જો કે ભેજ ટકાવારી નુ પ્રમાણ 8% થી વધુ હોય પરંતુ 12%થી વધુ ન હોય તો CCI 8% થી વધુ ભેજની પ્રમાણસર કપાત સાથે ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કિંમત ચૂકવશે. ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) કપાસના તમામ ખેડૂતોને કપાસ સૂકાયા પછી લાવવાની અપીલ કરે છે જેથી વધુ પડતા ભેજને કારણે કોઈ કપાત કરવાની જરૂર ન પડે. જો કે, કોઈપણ સંજોગોમાં કપાસમાં 12%થી વધુ ભેજ ન હોવો જોઈએ. કોઈપણ સહાય માટે ખેડૂતો CCIની અમદાવાદ શાખાનો સંપર્ક કરી શકે છે.
Read More »સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.209ની નરમાઈ, ચાંદીમાં રૂ.655ની તેજી
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.91098.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10413.16 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80681.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18550 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »ખાણ મંત્રાલય ગુજરાતમાં ભારતના પ્રથમ ઓફશોર મિનરલ બ્લોક્સની હરાજી પર રોડ શોનું આયોજન કરશે
ખાણ મંત્રાલય 21મી ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સની પ્રથમ ઈ-ઓક્શનને પ્રકાશિત કરવા માટે ઐતિહાસિક રોડ શોનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પહેલ દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ)ની અંદર વિશાળ દરિયાઈ ખનિજ સંપત્તિને બહાર લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ખાણ મંત્રાલયના …
Read More »
Matribhumi Samachar Gujarati