Thursday, March 26 2026 | 10:19:59 PM
Breaking News

National

સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા માટે DACએ 79,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી

રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)એ ત્રણેય સેવાઓના વિવિધ પ્રસ્તાવો માટે કુલ આશરે રૂ. 79,000 કરોડની આવશ્યકતાની સ્વીકૃતિ (AoN) આપી છે. 29 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી બેઠક દરમિયાન, આર્ટિલરી રેજિમેન્ટ માટે લોઇટર મ્યુનિશન સિસ્ટમ, લો લેવલ લાઇટ વેઇટ રડાર, પિનાકા મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MRLS) માટે લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ એમ્યુનિશન અને ભારતીય સેના માટે …

Read More »

‘મન કી બાત’ના 129મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.12.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ માં આપનું ફરીથી સ્વાગત છે, અભિનંદન છે. કેટલાક દિવસોમાં જ વર્ષ 2026 ટકોરા મારવાનું છે, અને આજે, જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું, તો મનમાં સમગ્ર એક વર્ષની સ્મૃતિઓ ફરી વળી છે- અનેક તસવીરો, અનેક ચર્ચાઓ, અનેક ઉપલબ્ધિઓ, જેમણે દેશને એક સાથે જોડી દીધો. 2025એ આપણને એવી અનેક પળો આપી જેના પર દરેક …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર માટે ભારતીય માનકનું વિમોચન કર્યું

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025ના પ્રસંગે IS 19262:2025, “ઇલેક્ટ્રિક એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર્સ – ટેસ્ટ કોડ” બહાર પાડ્યું. આ ધોરણ ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા સમાન અને પ્રમાણિત પરીક્ષણ પ્રોટોકોલ દ્વારા ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર્સની સલામતી, વિશ્વસનીયતા અને કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. IS 19262:2025, “ઇલેક્ટ્રિક …

Read More »

પાલિતાણા : ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ

પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળતાને આગળ વધારવા અને ગ્રામિણ ભારતની પ્રગતિને પ્રોત્સાહિત કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવનાર છે. આ મહોત્સવનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને નિમંત્રણ અપાયું …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અર્પણ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (26 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગને સંબોધતા રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પુરસ્કાર વિજેતા …

Read More »

NIFTEM-Kએ પ્રધાનમંત્રી વિકાસ યોજનાનો અમલ કરવા લઘુમતી બાબતોના મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે “પીએમ વિકાસ” યોજનાનો અમલ કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ (નિફ્ટમ) કુંડલીને યોજના અમલીકરણ એજન્સી (પીઆઈએ) તરીકે પસંદ કરી છે. આ સંદર્ભમાં, 2025ના ડિસેમ્બરની 22મી તારીખે નવી દિલ્હીમાં સંસ્થા દ્વારા મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લઘુમતી સમુદાયોના યુવાનોની ક્ષમતા વિકસાવવા અને જરૂરિયાત આધારિત અભ્યાસક્રમોમાં કૌશલ્ય તાલીમ સહાય પૂરી પાડીને …

Read More »

ભારતીય રેલવેએ તહેવારો અને પીક સીઝન દરમિયાન સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 2025માં 43,000થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કર્યું

ભારતીય રેલવેએ મુખ્ય ધાર્મિક પ્રસંગો અને મુસાફરીની પીક સીઝન દરમિયાન મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવીને મુસાફરો માટે સરળ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે. આ પહેલો વધતી જતી મુસાફરોની માંગને પહોંચી વળવા અને દેશભરમાં સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષ 2025 માં, સ્પેશિયલ …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ સંથાલી લોકો માટે આ ગૌરવ અને આનંદની વાત છે કે ભારતનું સંવિધાન હવે ‘ઓલ ચિકી’ લિપિમાં લખાયેલ સંથાલી ભાષામાં ઉપલબ્ધ છે. તે તેમને પોતાની ભાષામાં …

Read More »

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે સીરી ફોર્ટ ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ એક સ્વપ્નદ્રષ્ટા, કવિ અને લોકોના સમર્પિત સેવક તરીકે શ્રી વાજપેયીના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું …

Read More »

ઉપરાષ્ટ્રપતિએ ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસના ઓફિસર ટ્રેઇનીને સંબોધિત કર્યા

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના ઓફિસર ટ્રેઇનીઝને સંબોધિત કર્યા હતા. ઓફિસર ટ્રેઇનીઝનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપતિએ ગર્વ સાથે નોંધ્યું હતું કે સંરક્ષણ એકાઉન્ટ્સ વિભાગ 275 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જે તેને ભારત સરકારના સૌથી જૂના વિભાગોમાંનો એક બનાવે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે …

Read More »