લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા વિકાસ અને સ્થિરતાને સંતુલિત કરવા માટે આહ્વાન કર્યું. તેમણે કહ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન એ દુનિયા સામેનાં સૌથી મોટા પડકારોમાંનો એક છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ પર્યાવરણ માટેનાં મિશન લિકએફઇ – જીવનશૈલી સાથે ભારત આ પડકારનો સામનો કરવામાં મોખરે છે. …
Read More »રાષ્ટ્રપતિ નિલયમમાં 29 ડિસેમ્બરથી 15 દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવનું આયોજન કરશે
રાષ્ટ્રપતિ નિલયમ, બોલારુમ, સિકંદરાબાદ 29 ડિસેમ્બર, 2024થી 15-દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવ ‘ઉદ્યાન ઉત્સવ’નું આયોજન કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ એક્સ્ટેંશન મેનેજમેન્ટ (મેનેજ) હૈદરાબાદ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહયોગથી આયોજિત, ઉદ્યાન ઉત્સવનો ઉદ્દેશ્ય લોકોની ભાગીદારી દ્વારા પ્રકૃતિની ઉજવણી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે. લોકો વિષયોના સ્ટોલની મુલાકાત લઈને અને …
Read More »પ્રધાનમંત્રીએ શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “કર્ણાટકના આદરણીય પર્યાવરણવિદ અને પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી તુલસી ગૌડાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ રોપવા અને આપણા પર્યાવરણને …
Read More »ફ્રાન્સના મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલી તબાહીથી ખૂબ જ દુઃખી છું: પ્રધાનમંત્રી
ફ્રાન્સના મેયોટમાં ચિડો વાવાઝોડાને કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે પાર કરશે. …
Read More »“ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા” પર ચર્ચા પહેલાં રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
માનનીય સભ્યો, આજે આપણે આપણા દેશના ઈતિહાસની એક નિર્ણાયક ક્ષણનો બે દિવસીય સ્મરણોત્સવ મનાવી રહ્યા છીએ. જે તા. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ છે. આ માઇલસ્ટોન આપણને માત્ર ઉજવણી કરવા માટે જ નહીં, પણ આપણી યાત્રા અંગે ઊંડાણપૂર્વક ચિંતન કરવા અને આગળના માર્ગને પ્રશસ્ત કરવા માટે રૂપરેખા આપે છે. આ બંધારણ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયાનો પથ્થર છે, જે તેના ઘડવૈયાઓની ગાઢ …
Read More »ડૉ. મનસુખ માંડવિયા ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલનો શુભારંભ કરાવશે
યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.17 ડિસેમ્બરે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલને ફ્લેગ ઓફ કરશે. તે જ દિવસે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) રિજનલ સેન્ટર ખાતે સાઈકલિંગ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગરની કાર્યક્રમમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ સિંઘ સામેલ રહેશે. જે સ્વર્ણિમ પાર્ક સુધી 3 કિલોમીટરની સાઇકલિંગ જોય રાઇડનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક …
Read More »ભારત સરકાર, NSO આરોગ્ય અને ટેલિકોમ પર રાષ્ટ્રીય સર્વે શરૂ કરી રહી છે
ભારત સરકાર 1950થી વૈજ્ઞાનિક નમૂના લેવાની પદ્ધતિઓનો ઉપયોગ કરતા વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો પર ડેટા એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણો હાથ ધરી રહી છે. 1 જાન્યુઆરી 2025થી શરૂ થવાનો NSSનો 80મો રાઉન્ડ આરોગ્ય પરના ડેટાના સંગ્રહ અને આરોગ્ય અને ટેલિકોમ સંબંધિત સૂચકાંકો પરની માહિતીના સંગ્રહ માટે ‘કોમ્પ્રીહેન્સિવ મોડ્યુલર સર્વે’ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. વધુમાં, ભારત સરકાર એક …
Read More »પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે શ્રી પટેલનું વ્યક્તિત્વ અને કાર્ય રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે નાગરિકો માટે પ્રેરણારૂપ બની રહેશે. X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને …
Read More »સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું પાલન ન કરતી 17 ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને નોટિસ ફટકારી
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમાંથી 13 એકમોની હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ઉપભોક્તા અધિકારોને જાળવવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીસીપીએએ પ્રત્યક્ષ વેચાણ પ્રવૃત્તિઓના નિયમન પર અને પ્રસ્તુત કાનૂની માળખાનું અનુપાલન સુનિશ્ચિત કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત …
Read More »સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોક સભાના અધ્યક્ષે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું
ઉપ-રાષ્ટ્રપતિ અને અધ્યક્ષ, રાજ્યસભા, શ્રી જગદીપ ધનખર; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી સંસદની રક્ષા કરતા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સંસદસભ્યો, શહીદોના પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોકસભાના મહાસચિવ શ્રી …
Read More »
Matribhumi Samachar Gujarati