Tuesday, March 24 2026 | 08:46:48 AM
Breaking News

BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો. શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ,  BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ 24 ડિસેમ્બર 2024ની પૂર્વ સંધ્યાના રોજ હોલમાર્કિંગ અંગે જ્વેલર્સમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે, ડુંગરપુર જિલ્લો તાજેતરમાં 05 નવેમ્બર 2024થી ફરજિયાત હોલમાર્કિંગ જિલ્લાઓમાં ઉમેરાયો છે.

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સહકારિતા મંત્રીઓ શ્રી કૃષ્ણપાલ અને શ્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સહકાર મંત્રાલયનાં સચિવ ડૉ. આશિષ કુમાર ભૂતાની, સહકાર મંત્રાલયનાં અધિક સચિવ શ્રી પંકજ કુમાર બંસલ …

Read More »

વર્ષાંત સમીક્ષાઃ વાણિજ્ય વિભાગ

વર્ષ 2024માં વાણિજ્ય વિભાગની મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને સીમાચિહ્નો નીચે મુજબ છે: ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) વાટાઘાટો ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ) એ 10 માર્ચ, 2024ના રોજ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (ટીઇપીએ) પર હસ્તાક્ષર કર્યા હતા. ઇએફટીએ (EFTA) દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને લિચટેનસ્ટેઇનનો સમાવેશ થાય છે. ટીઇપીએ રાષ્ટ્રીય સંસદ અથવા દરેક ઇએફટીએ દેશની વિધાનસભામાં બહાલી પ્રક્રિયા હેઠળ છે. ટીઇપીએ એ યુરોપમાં એક મહત્વપૂર્ણ …

Read More »

અમદાવાદના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં 11મા દિક્ષાંત સમારોહનું આયોજન

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER-અમદાવાદ) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય મહત્વની સ્વાયત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા 27મી ડિસેમ્બર, 2024ના રોજ NIPER અમદાવાદના પ્રો. ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફની અધ્યક્ષતામાં 11મો દિક્ષાંત સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રો. રમેશ ચંદ્ર, FRSC (લંડન), વાઇસ ચાન્સેલર, મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટી, ભરતપુર (રાજસ્થાન) અને …

Read More »

પ્રધાનમંત્રી શ્રી એમ.ટી. વાસુદેવન નાયરના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલયાલમ સિનેમા અને સાહિત્યની સૌથી આદરણીય વ્યક્તિઓમાંની એક શ્રી એમ.ટી. વાસુદેવન નાયરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટિપ્પણી કરી કે શ્રી એમ.ટી. વાસુદેવન નાયરજીની કૃતિઓએ માનવીય લાગણીઓના ગહન સંશોધન સાથે પેઢીઓને આકાર આપ્યો છે અને તે હજુ પણ ઘણા લોકોને પ્રેરણા આપતું …

Read More »

વીર બાળ દિવસ નિમિત્તે પીએમના સંબોધનનો મૂળપાઠ

ભારત માતા કી જય! ભારત માતા કી જય! કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્નપૂર્ણા દેવીજી, સાવિત્રી ઠાકુરજી, સુકાંત મજમુદારજી, અન્ય મહાનુભાવો, દેશના ખૂણે ખૂણેથી અહીં આવેલા તમામ મહેમાનો અને તમામ પ્રિય બાળકો. આજે આપણે ત્રીજા ‘વીર બાળ દિવસ’ કાર્યક્રમનો હિસ્સો બની રહ્યા છીએ. ત્રણ વર્ષ પહેલા અમારી સરકારે વીર સાહિબઝાદાઓના બલિદાનની અમર સ્મૃતિમાં વીર બાળ દિવસ …

Read More »

પ્રધાનમંત્રી SVAMITVA યોજના હેઠળ મિલકત માલિકોને 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ડિસેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 200 જિલ્લાઓમાં 46,000થી વધુ ગામડાઓમાં SVAMITVA યોજના હેઠળ 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. અદ્યતન સર્વેક્ષણ ડ્રોન ટેક્નોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતા પરિવારોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના વિઝન સાથે પ્રધાનમંત્રી દ્વારા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી. …

Read More »

પ્રધાનમંત્રીએ 45માં પ્રગતિ સંવાદની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવતા અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 45મી આવૃત્તિ પ્રગતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આઠ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં શહેરી પરિવહનનાં છ મેટ્રો પ્રોજેક્ટ અને રોડ કનેક્ટિવિટી અને થર્મલ પાવર સાથે સંબંધિત એક-એક …

Read More »

ઉપરાષ્ટ્રપતિ 27 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની મુલાકાત લેશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 27 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની એક દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ SMVDU કેમ્પસમાં માતૃકા ઓડિટોરિયમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે. ઉપરાષ્ટ્રપતિ માતા વૈષ્ણો દેવી મંદિર અને ભૈરોં બાબા મંદિરની પણ મુલાકાત લેશે.     भारत : 1885 से …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(26 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત સમારોહમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે સમગ્ર દેશ અને સમાજને તેમના પર ગર્વ છે. તેમણે બાળકોને કહ્યું કે તેઓએ અસાધારણ કાર્ય …

Read More »