આજે સવારે દાંડી કુટિર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત ફિલાટેલી પ્રદર્શન ફિલાવિસ્ટા-2024નું ઉદ્ધાટન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલાટેલી પ્રેમીઓ માટેના આ દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ પ્રદર્શનનું આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘટાન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક શ્રી પિયુષ રામપ્રસાદ રાજકે જિલ્લા સ્તરના આ ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”ને નિહાળવા માટે વધુમાં વધુ નાગરિકોને અનુરોધ કર્યો છે. આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સના રસપ્રદ ઈતિહાસથી લોકો જાણકાર થઈ શકશે તેમજ બાળકોમાં સ્ટેમ્પ્સ એકત્રિત કરવાનો શોખ તેમજ ફિલાટેલી પ્રત્યે લાગણી જગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રદર્શન તા. 19 અને 20 એમ બે દિવસ તમામ લોકો માટે નિઃશૂલ્ક ખુલ્લું રહેશે.
Read More »“ફિલાવિસ્ટા-2024”: ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરશે
ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક શ્રી પિયુષ રામપ્રસાદ રાજકે આજે ઘોષણા કરી છે કે, જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”નું આયોજન દાંડી કુંટિર, મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 19 નવેમ્બર, 2024ના રોજ સવારે 11:00 વાગ્યે માનનીય ભારતીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન ગાંધીનગરના તમામ નિવાસીઓને આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રિત કરે છે, જ્યાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જગત તમારી રાહ જોઈ રહ્યું છે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે અને દરેક વયના મુલાકાતીઓને રસપ્રદ તથા સમૃદ્ધ અનુભવ આપશે. વિશેષમાં, માતા-પિતાને ખાસ વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને આ પ્રદર્શનમાં લઈને આવે, કારણ કે તે તેમને સ્ટેમ્પ્સ એકત્રિત કરવાની ફળદાયી હોબી સાથે પરિચય કરાવવાનું ઉત્તમ મંચ છે. આ કાર્યક્રમ ફિલેટેલી પ્રત્યે પ્રેમ જગાવતો છે અને સાથે સાથે તે શૈક્ષણિક પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપે છે, જે ઈતિહાસ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું સમન્વય પ્રદર્શિત કરે છે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાની કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે. વધુ લોકો સુધી પહોંચવા માટે, “ફિલાવિસ્ટા-2024”ની અપડેટ્સ અને મુખ્ય ઝલકો નિયમિતપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવશે. આ માટે અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે: philavista_gnr2024 અને ટ્વિટર (X) હેન્ડલ છે: @Philavista_gnr ફોલો કરો.
Read More »ફિલાવિસ્ટા-2024: ગાંધીનગરમાં ફિલાટેલી ઉત્સવ
ગાંધીનગર વિભાગના ટપાલ વિભાગ દ્વારા “ફિલાવિસ્ટા-2024” નું આયોજન કરવામાં આવ્યું છે, જે 19 અને 20 નવેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગર જિલ્લાના દાંડી કૂટીર, મહાત્મા મંદિર નજીક, સેક્ટર-13 ખાતે યોજાશે. આ બે દિવસીય પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે. પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ફિલાટેલિક સમાન, જેમ કે દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ઉપલબ્ધ હશે, જે સ્થળે ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. “ફિલાવિસ્ટા-2024” ફિલાટેલીના શોખીઓ માટે એક ઉત્સાહવર્ધક મંચ પૂરું પાડશે અને દરેક વયના મુલાકાતીઓ માટે સમૃદ્ધિપૂર્ણ અનુભવ આપશે. પ્રદર્શન ઉપરાંત, નાની ઉંમરના બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આમાં ક્વિઝ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા અને ટિકિટ ડિઝાઇનિંગ સ્પર્ધાનો સમાવેશ થાય છે. સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાનો પ્રતિભા અને સર્જનાત્મકતા રજૂ કરશે. પ્રદર્શનનું વિશેષ આકર્ષણ મુખ્ય મહેમાન દ્વારા એક ખાસ કવરનું વિમોચન રહેશે. આ વિશેષ કવર ખાસ કરીને આ ઇવેન્ટની યાદગીરી તરીકે તૈયાર કરવામાં આવ્યું છે, જે સંગ્રાહક અને ફિલાટેલી શોખીઓને આકર્ષિત કરશે. વિશાળ શ્રોતાઓ સુધી પહોંચવા માટે “ફિલાવિસ્ટા-2024″ના અપડેટ્સ અને મુખ્ય ઘટનાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયમિતપણે શેર કરવામાં આવશે. કાર્યક્રમની વિગતવાર માહિતી માટે અમારું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ philavista_gnr2024 અને ટ્વિટર (એક્સ) હેન્ડલ @Philavista_gnr ને ફોલો કરો. ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકો અને ફિલાટેલી શોખીઓને “ફિલાવિસ્ટા-2024” માં હાજરી આપવાની અને ફિલાટેલીના રસપ્રદ વિશ્વને જાણવા આમંત્રિત કરવામાં આવે છે. ફિલાટેલીના કલા અને ઇતિહાસના આ ઉત્સવમાં દાંડી કૂટીર ખાતે આપની હાજરી અપેક્ષિત છે.
Read More »