रविवार, मार्च 30 2025 | 12:55:44 AM
Breaking News
Home / अन्य समाचार / રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હોટેલ મેરિયોટ, ઈન્દોરમાં RBI90 ક્વિઝના ચોથા ઝોનલ રાઉન્ડનું આયોજન કર્યુ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હોટેલ મેરિયોટ, ઈન્દોરમાં RBI90 ક્વિઝના ચોથા ઝોનલ રાઉન્ડનું આયોજન કર્યુ

Follow us on:

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હોટેલ મેરિયોટ, ઈન્દોરમાં RBI90 ક્વિઝના ચોથા ઝોનલ રાઉન્ડનું આયોજન કર્યું હતું. રિઝર્વ બેંકના 90 વર્ષની સ્મૃતિમાં ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે RBI90ક્વિઝનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યુંછે. ઝોનલ રાઉન્ડમાં છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રાજ્ય કક્ષાના વિજેતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પુણેની વિજેતા ટીમ, શ્રી પ્રિયાંશુ મહેર અને શ્રી ઉદય તેજ સિંહ, 6 ડિસેમ્બર 2024 ના રોજ મુંબઈમાં યોજાનારી RBI90 ક્વિઝના રાષ્ટ્રીય રાઉન્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું, જ્યાં તેઓ અન્ય પ્રદેશોની ક્વોલિફાઈંગ ટીમો સાથે સ્પર્ધા કરશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગુજરાત અને બિટ્સ પિલાની, કે.કે. બિરલા ગોવા કેમ્પસ, ગોવાની ટીમોએ અનુક્રમે દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું. ટોચની ત્રણ ટીમોએ અનુક્રમે ₹5 લાખ, ₹4 લાખ અને ₹3 લાખના ઈનામો જીત્યા હતા.

આ પ્રસંગે બોલતા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અજય કુમારે નાણાંકીય સાક્ષરતા દ્વારા નાણાં વિશે માહિતગાર નિર્ણયો લેવા અને અન્ય લોકોને આ વિષય પર શિક્ષિત કરવા માટે યુવાનોના જ્ઞાન અને કૌશલ્યો વિકસાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું. તેમણે “RBI કહતા હૈ” શીર્ષકવાળી મલ્ટીમીડિયા ઝુંબેશો દ્વારા લોકોમાં નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પ્રકાશિત કર્યા.

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

सोनू त्यागी ने डिजिटल प्लेटफॉर्म्स पर बढ़ती अश्लीलता की निंदा की, नैतिक और आध्यात्मिक मूल्यों को बढ़ावा देने की अपील

मुंबई – प्रसिद्ध फिल्म निर्माता, आध्यात्मिक विचारक और अप्रोच एंटरटेनमेंट एवं गो स्पिरिचुअल के संस्थापक …

News Hub