रविवार, नवंबर 17 2024 | 08:12:22 AM
Breaking News
Home / Choose Language / gujarati / નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની પાંચ દિવસીય મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની પાંચ દિવસીય મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

Follow us on:

હું નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.

મહામહિમ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર, નાઇજીરીયાની આ મારી પ્રથમ મુલાકાત હશે, જે પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રમાં અમારા નજીકના ભાગીદાર છે. મારી આ યાત્રા એ આપણી વ્યૂહાત્મક ભાગીદારી કે જે લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતા પર આધારિત છે તેના પર નિર્માણ કરવાની તક હશે. હું ભારતીય સમુદાય અને નાઈજીરીયાના મિત્રોને મળવાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જેમણે મને હિન્દીમાં ઉષ્માભર્યા સ્વાગત સંદેશો મોકલ્યા છે.

બ્રાઝિલમાં, હું ટ્રોઇકા સભ્ય તરીકે 19મી જી-20 સમિટમાં હાજરી આપીશ. ગયા વર્ષે, ભારતના સફળ અધ્યક્ષતાએ જી-20ને લોકોના જી-20ના રૂપમાં ઉન્નત કર્યાં અને વૈશ્વિક દક્ષિણની પ્રાથમિકતાઓને તેના એજન્ડામાં મુખ્ય પ્રવાહમાં લાવ્યા હતા. આ વર્ષે, બ્રાઝિલે ભારતના વારસાને આગળ વધાર્યો છે. હું “એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય”ના અમારા વિઝનને ધ્યાનમાં રાખીને હું અર્થપૂર્ણ ચર્ચાઓની રાહ જોઉં છું. હું આ તકનો ઉપયોગ અન્ય કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કરવા માટે પણ કરીશ.

ગુયાનાની મારી મુલાકાત મહામહિમ રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર છે, 50 વર્ષથી વધુ સમયમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત હશે. અમે અમારા અનોખા સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કરીશું, જે સહિયારો વારસો, સંસ્કૃતિ અને મૂલ્યો પર આધારિત છે. હું 185 વર્ષથી પણ વધુ સમય પહેલા પ્રવાસ કરનાર સૌથી જૂના ભારતીય પ્રવાસીઓમાંથી એકને આપણું સન્માન સમર્પિત કરીશ અને સાથી લોકતંત્ર સાથે જોડાઈશ, કેમકે હું તેમની સંસદને સંબોધિત કરીશ.

આ મુલાકાત દરમિયાન, હું કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ માટે પણ જોડાઈશ. અમે દરેક સારા-ખરાબ સમયમાં એક સાથે ઊભા રહ્યાં છીએ. શિખર સંમેલન આપણને ઐતિહાસિક સંબંધોને નવીકરણ કરવા અને નવા ક્ષેત્રોમાં આપણા સહયોગના વિસ્તારવા માટે સક્ષમ બનાવશે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2024ને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2024ને સંબોધન કર્યું હતું. અહીં …