गुरुवार, दिसंबर 19 2024 | 12:14:02 PM
Breaking News
Home / अन्य समाचार / DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું

DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું

Follow us on:

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 16 નવેમ્બર, 2024ના રોજ મોડી રાત્રે ઓડિશાના દરિયાકિનારે ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળ ઉડાન પરીક્ષણ હાથ ધર્યું. આ હાઈપરસોનિક મિસાઈલને સશસ્ત્ર દળો માટે 1,500 કિલોમીટરથી વધુની રેન્જવાળા વિવિધ પેલોડ વહન કરવા માટે  ડિઝાઈન કરવામાં આવી છે.

A rocket launching at nightDescription automatically generated

મિસાઇલને વિવિધ રેન્જ સિસ્ટમ્સ દ્વારા ટ્રેક કરવામાં આવી હતી, જે બહુવિધ ડોમેન્સમાં તૈનાત હતી. ડાઉન રેન્જ શિપ સ્ટેશનો પરથી મેળવેલા ફ્લાઇટ ડેટાએ સફળ ટર્મિનલ દાવપેચ અને ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે અસરની પુષ્ટિ કરી.

આ મિસાઇલને હૈદરાબાદ સ્થિત ડો. એપીજે અબ્દુલ કલામ મિસાઇલ સંકુલની પ્રયોગશાળાઓની સાથે-સાથે DRDOની વિવિધ પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. ઉડ્ડયન પરીક્ષણ ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને સશસ્ત્ર દળોના અધિકારીઓની હાજરીમાં હાથ ધરવામાં આવ્યું હતું.

X પરની એક પોસ્ટમાં રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે ઉડાન પરીક્ષણને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે જેમણે ભારતને આવી જટિલ અને અદ્યતન લશ્કરી તકનીકોની ક્ષમતા ધરાવતા પસંદગીના રાષ્ટ્રોના જૂથમાં મૂક્યું છે. તેમણે સફળ ઉડાન પરીક્ષણ માટે ડીઆરડીઓ, સશસ્ત્ર દળો અને ઉદ્યોગને અભિનંદન આપ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ R&Dના સેક્રેટરી અને DRDOના ચેરમેન ડૉ. સમીર વી કામતે DRDOની ટીમને અભિનંદન આપ્યા જેમણે આ સફળ મિશનમાં સક્રિયપણે યોગદાન આપ્યું છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …