सोमवार, दिसंबर 23 2024 | 05:17:08 PM
Breaking News
Home / अन्य समाचार / જળ શક્તિ મંત્રાલયે વિશ્વ શૌચાલય દિવસ 2024ના ભાગરૂપે 3 અઠવાડિયા લાંબા અભિયાનનો શુભારંભ કર્યો

જળ શક્તિ મંત્રાલયે વિશ્વ શૌચાલય દિવસ 2024ના ભાગરૂપે 3 અઠવાડિયા લાંબા અભિયાનનો શુભારંભ કર્યો

Follow us on:

પેયજળ અને સ્વચ્છતા વિભાગે રાષ્ટ્રવ્યાપી અભિયાન “હમારા શૌચાલય: હમારા સન્માન” (એચએસએચએસ) શરૂ કર્યું છે. 19 નવેમ્બર, વિશ્વ શૌચાલય દિવસથી આ અભિયાન શરૂ થશે અને 10 ડિસેમ્બર, 2024 માનવ અધિકાર દિવસ,ના રોજ સમાપ્ત થશે. આ અભિયાનમાં સ્વચ્છતા, માનવાધિકાર અને ગૌરવ વચ્ચેની મહત્વપૂર્ણ કડી પર ભાર મૂકવામાં આવશે.

આ અભિયાન સ્વચ્છ, સ્વસ્થ સમુદાયો માટે વર્તણૂકીય પરિવર્તનને પ્રોત્સાહન આપતી વખતે ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) સ્થિતિ જાળવી રાખવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. જ્યારે ભારતે 2019માં ODFનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો, ત્યારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)નો બીજો તબક્કો ODF પ્લસ મોડલ ગામોના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો જ્યાં પ્રથમ માપદંડ ODF સિદ્ધિઓને ટકાવી રહ્યો છે. આ વિશ્વ શૌચાલય દિવસની ભાવના સાથે સંરેખિત થાય છે. શૌચાલયનો સતત ઉપયોગ અને જાળવણી યાદ અપાવવી અને સુનિશ્ચિત કરવી એ પ્રારંભિક લક્ષ્યો હાંસલ કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે. એચએસએચએસ અભિયાન આ પ્રયાસોને ટકાવી રાખવા અને તેના પર નિર્માણ કરવા માટે સમયસરની કાર્યવાહી માટે કામ કરે છે.

નબળા જૂથો, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, આ પહેલ એ બાબત પર ભાર મૂકે છે કે શૌચાલયો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ છે, તેઓ ગૌરવ, સમાનતા અને જાહેર આરોગ્ય માટે પાયારૂપ છે, જે અભિયાનની ટેગલાઇન “शौचालय संवारें, जीवन निखारें” અનુરુપ છે. આ અભિયાનની વાત કરતા, ડીડીડબલ્યુએસના સચિવ અશોક કે.કે.મીનાએ, સતત વર્તણૂકીય પરિવર્તનને સુનિશ્ચિત કરવા માટે બોટમ-અપ અભિગમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “સ્વચ્છતા ગરિમા અને વિકાસનો પાયો છે. ‘હમારા શૌચાલય: હમારા સન્માન’ અભિયાનની રચના સમુદાયોને સશક્ત બનાવવા માટે કરવામાં આવી છે. જેમાં દરેક સ્તર, ગ્રામ પંચાયતો, બ્લોક્સ, જિલ્લાઓ અને રાજ્યોમાં જવાબદારીઓ ફાળવવામાં આવી છે. આ સુનિશ્ચિત કરે છે કે દરેક હિસ્સેદાર સ્વચ્છતાની પદ્ધતિઓને ટકાવી રાખવા, ગર્વનું નિર્માણ કરવામાં અને લાંબા ગાળાની અસરને આગળ વધારવામાં યોગદાન આપે છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “વિશ્વ શૌચાલય દિવસ પર, જ્યારે આપણે એસડીજી 6 હાંસલ કરવા માટેના વૈશ્વિક પ્રયાસો સાથે જોડાઈએ છીએ, ત્યારે ભારત સ્વચ્છતા માટે સમાન સુલભતા ઊભી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાને નવીકરણ આપે છે.”

અભિયાનની મુખ્ય પ્રવૃત્તિઓ

આ અભિયાનમાં સ્વચ્છતાની પદ્ધતિઓને મજબૂત બનાવવા અને સ્વચ્છ અને કાર્યાત્મક શૌચાલયોમાં ગૌરવ વધારવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ સામેલ છે.

  • દરેક વહીવટી સ્તરે શ્રેષ્ઠ રીતે જાળવાયેલા ઘરગથ્થું શૌચાલયો (IHHLs) અને સામુદાયિક સેનિટરી કોમ્પ્લેક્સ (CSC)ને ઓળખવા અને તેમને પુરસ્કાર આપવા માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ ઘટનાઓ કાર્યક્ષમતા અને સૌંદર્ય શાસ્ત્ર બંનેના પ્રયત્નોને માન્યતા આપશે, અન્ય લોકોને પણ આને અનુસરવા માટે પ્રોત્સાહિત કરશે.
  • “રાત્રી ચોપાલ” અને વોશ ક્લબ જેવી પહેલો સાથે સામુદાયિક પહોંચ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે લોકોને એકમંચ પર લાવશે અને પરિવર્તનની પ્રેરણા આપશે.
  • સફાઇ કામદારોને વિશેષ ગૌરવ શિબિરો દ્વારા ઉજવવામાં આવશે, કલ્યાણ કાર્યક્રમોમાં તેમનો સમાવેશ સુનિશ્ચિત કરવામાં આવશે અને સ્વચ્છતા જાળવવામાં તેમની ભૂમિકાનું સન્માન કરવામાં આવશે.
  • નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે તેમની સ્વચ્છતાની સફળતાની ગાથાઓ શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેમાં હેશટેગ્સ #ToiletsForDignity અને #MyToiletMyPride ઉપયોગ કરવામાં આવશે.
  • શાસનના તમામ સ્તરેથી સહભાગીતા, જેમાં મુખ્યમંત્રીઓ અને રાજ્યોના મંત્રીઓ રાજ્ય-સ્તરના કાર્યક્રમોનું નેતૃત્વ કરે છે, જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા-સ્તરના કાર્યક્રમોની દેખરેખ રાખે છે.

આ અભિયાનનો ઉદ્દેશ દેશભરમાં શૌચાલયોની કાર્યક્ષમતા અને સૌંદર્ય શાસ્ત્રમાં વધારો કરીને સ્વચ્છતાના માળખાને સુધારવા, વર્તનમાં ફેરફારને પ્રોત્સાહન આપવાનો અને સામુદાયિક ગૌરવને મજબૂત કરવાનો છે. ઓડીએફની સ્થિરતાને પ્રોત્સાહન આપીને તે એ વાત પર ભાર મૂકે છે કે, સ્વચ્છતા એ કોઈ એક વખતની સિદ્ધિ નથી, પરંતુ તંદુરસ્ત અને વધારે પ્રતિષ્ઠિત ભારત તરફની સતત યાત્રા છે.

જળ શક્તિ મંત્રાલય અંતર્ગત પેયજળ અને સ્વચ્છતા વિભાગ (ડીડીડબલ્યુએસ)એ દરેકને અપીલ કરી હતી કે તેઓ એચએસએચએસને સફળ બનાવે. ડીડીડબલ્યુએસએ નાગરિકોને સ્થાયી સ્વચ્છતા સમાધાનોનું નિર્માણ કરવા સંયુક્તપણે કામ કરવા વિનંતી કરી હતી, ત્યારે દેશ સ્વચ્છ ભારત મિશનનાં વારસાને આગળ ધપાવશે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …