मंगलवार, दिसंबर 24 2024 | 01:48:57 AM
Breaking News
Home / अन्य समाचार / આઈઆઈટી ગાંધીનગર ખાતે ક્યુરિયોસિટી કાર્નિવલ 2025 માટે અરજીઓ આમંત્રિત!

આઈઆઈટી ગાંધીનગર ખાતે ક્યુરિયોસિટી કાર્નિવલ 2025 માટે અરજીઓ આમંત્રિત!

Follow us on:

આઇઆઇટી ગાંધીનગર ખાતે ક્યુરિયોસિટી લેબ દ્વારા સંચાલિત ક્યુરિયોસિટી કાર્નિવલ 2025નું તા. 18 અને 19 જાન્યુઆરી, 2025ના રોજ આયોજન કરવામાં આવશે. વિજ્ઞાનથી માંડીને કળા, ટેકનોલોજી અને વાર્તાકથા સુધીના જિજ્ઞાસુ માનસ માટે આ એક જીવંત ઉજવણી છે! યુવાન સંશોધકો અને સર્જનાત્મક ઉત્સાહીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, વર્કશોપ્સ અને શાળાના બાળકો દ્વારા આકર્ષક ખુલ્લા બજારમાં ડૂબકી મારવાની આ એક સંપૂર્ણ તક છે.

કાર્યક્રમની ખાસ વાતો:

  1. ક્યુરિયોસિટી કોન્ક્લેવધ કોન્ક્લેવમાં ચર્ચા અને પેનલ ડિસ્કશનની શ્રેણી રજૂ કરવામાં આવશે, જેમાં શિક્ષણમાં નવીનતાઓને આગળ વધારવામાં અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવામાં ઉત્સુકતાની પરિવર્તનકારી ભૂમિકાની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સહભાગીઓને પોસ્ટર પ્રસ્તુતિઓ દ્વારા તેમના સંશોધનને પ્રસ્તુત કરવાની તક પણ મળશે, જે શીખવાના વાતાવરણને ફરીથી આકાર આપવાની અને હકારાત્મક સામાજિક અસરમાં ફાળો આપવાની ક્ષમતા ધરાવે છે.
  2. ફિલ્મ ફેસ્ટિવલઃ ક્યુરિયોસિટી કાર્નિવલ ખાતે આયોજિત આ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામેલી સ્પિરિટેડ અવે (2001, જાપાન, જાપાનીઝ)  વિઝાર્ડ ઓફ ઓઝ (1939, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લિશ), ડોનાલ્ડ ઇન મેથમેજિક લેન્ડ (1959, યુનાઇટેડ સ્ટેટ્સ, અંગ્રેજી)ની સાથે પ્રાદેશિક ફિલ્મોમાં કુમ્માટ્ટી (1979, ભારત, મલયાલમ) અને અમદાવાદમાં ફેમસ (2015, ભારત, ગુજરાતી) સહિતની ફિલ્મો દર્શાવવામાં આવશે, જેનો હેતુ બાળકની કલ્પનાને વેગ આપવાનો છે.
  1. ક્યુરિયોસિટી કાર્નિવલ કોમ્પિટિશન્સઃ ક્યુરિયોસિટી કાર્નિવલનું આકર્ષણ વધારવા પેન.ઓપલી (Pan.oply), પ્રોટોટાઇપિંગ યોર આઇડિયાઝ, ક્રિએટ યોર ઓન ક્યુરિયોસિટી ગેમ્સ એન્ડ પઝલ્સકલેક્ટર્સ કેબિનેટબુક મેકિંગ કોમ્પિટિશન અને ખૂબ જ લઘુ ફિલ્મ કોમ્પિટિશન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે, જે આકર્ષક પડકારો અને સર્જનાત્મક પ્રદર્શન દ્વારા જિજ્ઞાસા જગાવવા માટે રચાયેલ છે.
  2. ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને ક્રિએટિવ ડિસ્પ્લેઃ કાર્નિવલમાં બહુવિધ વર્કશોપ, પ્રવૃત્તિઓ અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ શિક્ષણને આનંદથી ભરપૂર અનુભવમાં પરિવર્તિત કરવાનો છે.
  3. કિડ્સ ફ્લી માર્કેટ:  ક્યુરિયોસિટી કાર્નિવલમાં 18 વર્ષ સુધીના બાળકો અને યુવાન પુખ્ત વયના લોકો માટે તેમના હાથથી બનાવેલા ઉત્પાદનોને પ્રદર્શિત કરવા અને વેચવા માટે કિડ્સ ફ્લી માર્કેટ રજૂ કરવામાં આવશે. આ ઇવેન્ટનો હેતુ સહભાગીઓમાં સમુદાયના સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે.
    કોણ કરી શકે છે અરજી?
  • બાળકો (ધો. 4-12): કાર્નિવલમાં ભાગ લેનારા સ્કૂલનાં બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે.
  • શિક્ષકોસંશોધકો અને વ્યાવસાયિકો માટે: ક્યુરિયોસિટી કોન્ક્લેવ માટે રજિસ્ટ્રેશન ફી લાગુ પડે છે.
मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …