शुक्रवार, दिसंबर 27 2024 | 11:50:45 PM
Breaking News
Home / अन्य समाचार / ભારતીય ડાક પેમેન્ટ્સ બેન્ક દ્વારા પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સેવાનો પ્રારંભ

ભારતીય ડાક પેમેન્ટ્સ બેન્ક દ્વારા પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સેવાનો પ્રારંભ

Follow us on:

ભારતીય પોસ્ટલ પેમેન્ટ્સ બેન્ક (IPPB) દ્વારા પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) સેવા પ્રારંભ કરવામાં આવેલ છે. જે સમગ્ર દેશના લાખો પેન્શન લાભાર્થીઓ માટે સરળતા લાવશે. આ નવી સેવા આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પેન્શનરોને તેમની લાઈફ સર્ટિફિકેટ ડિજિટલી સબમિટ કરવાની સુવિધા આપે છે, જેથી પેન્શન લાભોની સાતત્યતા માટે શાખામાં હાજરી આપવાની જરૂર ન રહે.

મુખ્ય મુદ્દાઓ:

સરળતાથી ઉપલબ્ધી: IPPBના વિશાળ ડાકઘરોના જાળવણી અને ગ્રામીન ડાક સેવકોના માધ્યમથી પેન્શનરો તેમના ઘરે બેઠા લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને આ સુવિધા મળશે.

સરળ પ્રક્રિયા : DLC સેવા આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરે છે, જે કોઈપણ કાગળના કામ અથવા લાંબી પ્રક્રિયા વિના સુરક્ષિત અને સરળ અનુભવ સુનિશ્ચિત કરે છે.

ડિજિટલ પ્રમાણ: સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે, જેમાં લાઈફ સર્ટિફિકેટ જનરેટ થઈને સીધું જ સંબંધિત પેન્શન વિતરણ સત્તાને ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવે છે, વિલંબ દૂર કરે છે અને ઝડપી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે.

આ પહેલ ભારત સરકારના “ડિજિટલ ઈન્ડિયા” વિઝન સાથે સુસંગત છે અને વડીલો માટે જરૂરી સેવાઓમાં સરળતાને પ્રોત્સાહન આપવા માટેની એક પહેલ છે. IPPB દેશના તમામ નાગરિકો, ખાસ કરીને વડીલો અને પેન્શનરોને ઘરે બેઠા ગુણવત્તાપૂર્વકની નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેવી રીતે કાર્ય કરે છે:

નજીકના ડાકઘરમાં જાઓ અથવા ઘરઆંગણે સેવા માટે વિનંતી કરો: પેન્શનરો નજીકના ડાકઘરે જઈને અથવા IPPBનો સંપર્ક કરીને ઘરઆંગણે સેવા માટે વિનંતી કરી શકે છે.

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: સરળ આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સાથે લાઈફ સર્ટિફિકેટ જનરેટ થાય છે.

ડિજિટલ સબમિશન: સર્ટિફિકેટ તરત જ સંબંધિત પેન્શન વિતરણ સત્તાને મોકલવામાં આવે છે, જેથી પેન્શનની સાતત્યતા સુનિશ્ચિત થાય. DLC જનરેશન માટે પોસ્ટમેન/ગ્રામીન ડાક સેવક દ્વારા રૂ. 70/-નો ઓછો ટ્રાન્ઝેક્શન ફી (GST સહીત) વસુલ કરવામાં આવશે. આ સેવા માટે પેન્શનરે આધાર નંબર અને પેન્શન વિગતો પૂરી પાડવી પડશે. સર્ટિફિકેટ જનરેટ થયા પછી, પેન્શનરને તેમના મોબાઇલ પર કન્ફર્મેશન SMS મળશે અને સર્ટિફિકેટને https://jeevanpramaan.gov.in/ppouser/login પર T+1 દિવસ પછી ઑનલાઇન જોઈ શકાય છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …