शनिवार, नवंबर 30 2024 | 11:10:51 AM
Breaking News
Home / Choose Language / gujarati / પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે

Follow us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.

29 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન આયોજિત થનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં કાઉન્ટર ટેરરિઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, કોસ્ટલ સિક્યુરિટી, નવા ફોજદારી કાયદાઓ, નાર્કોટિક્સ સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ એનાયત કરવામાં આવશે.

આ કોન્ફરન્સ દેશના વરિષ્ઠ પોલીસ વ્યાવસાયિકો અને સુરક્ષા પ્રબંધકોને વિવિધ રાષ્ટ્રીય સુરક્ષા-સંબંધિત મુદ્દાઓ તેમજ ભારતમાં પોલીસ દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ ઓપરેશનલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને કલ્યાણ-સંબંધિત સમસ્યાઓ પર મુક્તપણે ચર્ચા કરવા માટે એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કોન્ફરન્સમાં આંતરિક સુરક્ષાના જોખમો ઉપરાંત ગુના નિયંત્રણ અને કાયદા-વ્યવસ્થા વ્યવસ્થાપન સંબંધિત પડકારોનો સામનો કરવા માટે વ્યાવસાયિક પ્રથાઓ અને પ્રક્રિયાઓની રચના અને વહેંચણી અંગે વિચાર-વિમર્શમાં કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ હંમેશા ડીજીપી કોન્ફરન્સમાં ઘણો રસ દાખવ્યો છે. પ્રધાનમંત્રી ન માત્ર તમામ મુદ્દાને ધ્યાનપૂર્વક સાંભળે છે, પરંતુ નવા વિચારોના ઉદભવને મંજૂરી આપતા ખુલ્લા અને અનૌપચારિક ચર્ચાના વાતાવરણને પણ પ્રોત્સાહન આપે છે. આ વર્ષે, કોન્ફરન્સમાં કેટલીક વિશિષ્ટ સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. યોગ સેશન, બિઝનેસ સેશન, બ્રેક-આઉટ સેશન્સ અને થીમેટિક ડાઇનિંગ ટેબલથી શરૂ કરીને આખો દિવસ અસરકારક રીતે ઉપયોગમાં લેવામાં આવશે. આનાથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પ્રધાનમંત્રી સમક્ષ દેશને અસર કરતી જટિલ પોલીસિંગ અને આંતરિક સુરક્ષા બાબતો પર તેમના પરિપ્રેક્ષ્ય અને સૂચનો રજૂ કરવાની મૂલ્યવાન તક પણ મળશે.

પ્રધાનમંત્રીએ 2014થી સમગ્ર દેશમાં વાર્ષિક DGsP/IGsP કોન્ફરન્સનું આયોજન કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. આ પરિષદ ગુવાહાટી (આસામ), કચ્છના રણ (ગુજરાત), હૈદરાબાદ (તેલંગાણા), ટેકનપુર (ગ્વાલિયર, મધ્યપ્રદેશ), સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા, ગુજરાત), પુણે (મહારાષ્ટ્ર), લખનૌ (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી અને જયપુર (રાજસ્થાન)માં યોજવામાં આવી છે. આ પરંપરાને યથાવત રાખતા ભુવનેશ્વર (ઓડિશા)માં 59મી DGsP/IGsP કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, રાજ્ય પ્રધાનો (ગૃહ બાબતો), રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓના વડાઓ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહેશે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ડિજિટલ ઈન્ડિયા સ્ટેટ કન્સલ્ટેશન વર્કશોપ લખનઉ, ઉત્તર પ્રદેશમાં આયોજિત; NeGDએ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ મુખ્ય પહેલોની જાણકારી આપી

રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD), ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર અને …