ભારતીય નૌકાદળે 08 નવેમ્બર 24ના રોજ ભારતની પ્રગતિ અને ‘વિકસિત ભારત’ના વિઝનની ઉજવણી કરતા THINQ 2024 ક્વિઝનું આયોજન કર્યું હતું. ગ્રાન્ડ ફિનાલેનું આયોજન ભારતીય નેવલ એકેડેમી, એઝિમાલાના સુરમ્ય નાલંદા બ્લોક ખાતે કરવામાં આવ્યું, જે ભારતના દરિયાઈ વારસો અને શ્રેષ્ઠતા માટે સમર્પણના પ્રતીક છે, જે આ મહત્વપૂર્ણ આયોજન માટે એક આદર્શ સ્થાન છે. શાળાના બાળકો, નૌકાદળના કર્મચારીઓ અને પરિવારો, નિવૃત્ત સૈનિકો, પ્રતિષ્ઠિત મહેમાનો અને INAના તાલીમાર્થીઓ સહિત એક ઉત્સાહી પ્રેક્ષકોએ આ રોમાંચક હરિફાઈ જોઈ હતી. આ મગજની લડાઈ હતી કેમકે ભાગ લેનાર ટીમોએ ક્વિઝિંગની એક રોમાંચક યાત્રા કરી, જેને દર્શકોને પોતાની સીટ સાથે બંધી રાખ્યા.
પ્રતિષ્ઠિત THINQ 2024 ટ્રોફી માટેની તીવ્ર સ્પર્ધાને પગલે જયશ્રી પેરીવાલ હાઈસ્કૂલ, જયપુર વિજેતા તરીકે જાહેર થઈ, જ્યારે બીવી ભવન વિદ્યાશ્રમ, ચેન્નાઈ રનર્સ અપ રહી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને નેવી વેલ્ફેર એન્ડ વેલનેસ એસોસિએશન (NWWA)ના પ્રમુખ શ્રીમતી શશી ત્રિપાઠીએ આ નોંધપાત્ર ઇવેન્ટની સફળતામાં યોગદાન આપનાર વિજેતાઓ, સહભાગીઓ અને શાળાઓનું સન્માન કર્યું હતું.
THINQ2024 એ ભારતના સૌથી તેજસ્વી યુવા દિમાગની અસાધારણ પ્રતિભા દર્શાવી, બૌદ્ધિક વિનિમય અને સ્પર્ધા માટે રાષ્ટ્રીય મંચ પૂરો પાડ્યો. THINQ એ ક્વિઝ કરતાં વધુ છે, તે સ્પર્ધા, યુવાની અને ‘વિકસિત ભારત’માં ભારતીય નૌકાદળના યોગદાનની સફર છે. જેમ જેમ ભારત વિકાસ તરફ તેની સફર ચાલુ રાખે છે તેમ, THINQ જેવી પહેલો ભાવિ નેતાઓના મનને આકાર આપવામાં અને સ્પર્ધાત્મક ભાવનાને પોષવા અને નૌકાદળની જીવનશૈલીને પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ રહેશે