शुक्रवार, नवंबर 22 2024 | 09:35:00 AM
Breaking News
Home / Choose Language / gujarati / ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે

ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે

Follow us on:

હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ  નહીં થાય. ઉપરોક્ત માહિતી રાજકોટ હેડ પોસ્ટઓફિસ માં આયોજિત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર માં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. આ અવસર પર રાજકોટ મંડળ ના પ્રવર અધિક્ષક ડાકઘર શ્રી એસ કે બુનકર, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ના વરિષ્ઠ મેનેજર શ્રી સંદીપ મૌર્ય અને સિનિયર પોસ્ટમાસ્ટર રાજકોટ શ્રી અભિજીત સિંહ પણઉપસ્થિત રહ્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ના માધ્યમ થી કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0 મોટા પાયે 30મી નવેમ્બર સુધી ચાલશે.ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્ર, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા પોસ્ટઓફીસ બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.

નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ભારત એનસીએક્સ 2024નું સત્તાવાર ઉદ્ઘાટન: સમગ્ર ભારતમાં સાયબર સંરક્ષણ અને વ્યૂહાત્મક નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત કરવી

ભારત રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કવાયત (ભારત એનસીએક્સ 2024), ભારતની સાયબર સુરક્ષા  સ્થિતિ સ્થાપકતાને મજબૂત બનાવવાની ઐતિહાસિક પહેલ …