रविवार, नवंबर 24 2024 | 02:37:55 PM
Breaking News
Home / Choose Language / gujarati / કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ 25 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં લિંગ આધારિત હિંસા સામેનું રાષ્ટ્રીય અભિયાન ‘નયી ચેતના 3.0 – પહેલ બદલાવ કી’ શરૂ કરશે

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ 25 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં લિંગ આધારિત હિંસા સામેનું રાષ્ટ્રીય અભિયાન ‘નયી ચેતના 3.0 – પહેલ બદલાવ કી’ શરૂ કરશે

Follow us on:

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ 25 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના સંસદ માર્ગ સ્થિત આકાશવાણીના રંગ ભવન ઓડિટોરિયમમાં લિંગ-આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નયી ચેતના – પહેલ બદલાવ કીના ત્રીજા સંસ્કરણનો શુભારંભ કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી પણ લિંગ-આધારિત હિંસાને નાબૂદ કરવા માટે સરકારના સામૂહિક પ્રયાસોમાં આ કાર્યક્રમમાં હાજરી આપશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલયના નેજા હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીએવાય-એનઆરએલએમ) દ્વારા આયોજિત એક મહિના સુધી ચાલનારું આ અભિયાન 23 ડિસેમ્બર, 2024 સુધી તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલશે. ડીએવાય-એનઆરએલએમના વિસ્તૃત સ્વ-સહાય જૂથ (એસએચજી) નેટવર્કની આગેવાની હેઠળની આ પહેલ જન આંદોલનની ભાવનાને મૂર્તિમંત કરે છે.

આ અભિયાન “સંપૂર્ણ સરકારી” અભિગમની ભાવનામાં સંયુક્ત પ્રયાસ છે અને તેમાં 9 મંત્રાલયો/વિભાગો જેવા કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ગૃહ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા ન્યાય વિભાગનો સમાવેશ થાય છે.

નયી ચેતના અભિયાનનો ઉદ્દેશ જાગૃતિ વધારવાનો અને પાયાના સ્તરે પહેલ દ્વારા લિંગ-આધારિત હિંસા સામે માહિતગાર પગલાં લેવાનો છે. તેની શરૂઆતથી, નયી ચેતનાએ દેશભરમાં લાખો લોકોને એકઠા કર્યા છે, જેણે લિંગ સમાનતા અને મહિલા સશક્તીકરણ માટે નોંધપાત્ર ચળવળને પ્રોત્સાહન આપ્યું છે. પ્રથમ આવૃત્તિ 3.5 કરોડ લોકો સુધી પહોંચી હતી, જેને બહુવિધ લાઇન મંત્રાલયો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો, જ્યારે નયી ચેતના 2.0માં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5.5 કરોડ સહભાગીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં 9 લાખથી વધુ લિંગ-આધારિત હિંસા પર રાષ્ટ્રવ્યાપી જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

નયી ચેતના 3.0ના ઉદ્દેશ્યોમાં લિંગ આધારિત હિંસાના તમામ સ્વરૂપો અંગે જાગૃતિ લાવવી, સમુદાયોને બોલવા અને પગલાં ભરવાની માંગ કરવા માટે પ્રોત્સાહિત કરવા, સમયસર સહાય માટે સપોર્ટ સિસ્ટમની સુલભતા પ્રદાન કરવી અને સ્થાનિક સંસ્થાઓને હિંસા સામે નિર્ણાયક રીતે કાર્ય કરવા માટે સશક્ત બનાવવાનો સમાવેશ થાય છે. આ ઝુંબેશનું સૂત્ર, “એક સાથ, એક આવાઝ, હિંસા કે ખિલાફ” એ સમગ્ર સમાજ અને સમગ્ર સરકારી અભિગમને અપનાવીને, સંપાત પ્રયત્નો દ્વારા સામૂહિક કાર્યવાહીની હાકલને મૂર્તિમંત કરે છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

“આપણા ગુમનામ નાયક, વીર સાવરકરની વાસ્તવિક વાર્તા કહેવાનું બીડું મેં ઝડપ્યું”: રણદીપ હૂડા

જીવનચરિત્રાત્મક ડ્રામા સ્વાતંત્ર્ય વીર સાવરકરની ટીમે  55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ઓફ ઇન્ડિયા (IFFI)માં મીડિયા સાથે વાતચીત કરી હતી, જ્યાં આ …