रविवार, नवंबर 24 2024 | 07:48:15 AM
Breaking News
Home / Choose Language / gujarati (page 13)

gujarati

gujarati

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (27 ઓક્ટોબર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Read More »

વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા માનક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 27મી ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ ખાતે ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લોઅર પ્રોમેનેડ, સરદાર બ્રિજની નીચે રિવરફ્રન્ટ વેસ્ટ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના 1000 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત યોગ અને ઝુમ્બા સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી દિનેશ સિંહ કુશવાહ, ધારાસભ્ય, બાપુનગર, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિકસિત ભારત @ 2047ના વિઝનમાં ભારતીય માનક બ્યુરોના યોગદાન વિશે વાત કરી અને માનક ચિહ્નિત સામાનની ખરીદી પર ભાર મૂક્યો.   શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ BIS, અમદાવાદ એ પણ બધાને ગુણવત્તાની પ્રતિજ્ઞા લેવડાવી. આ વોકથોનને શ્રી દિનેશ સિંહ કુશવાહા, ધારાસભ્ય અને શ્રી સુમિત સેંગર નિદેશકઅનેપ્રમુખ, BIS, અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

Read More »

પ્રધાનમંત્રીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસ નિમિત્તે તમામ રેન્ક અને દિગ્ગજોની અદમ્ય ભાવના અને હિંમતને સલામ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસના અવસરે પાયદળના તમામ રેન્ક અને દિગ્ગજોની અદમ્ય ભાવના અને હિંમતની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “પાયદળ દિવસ પર, અમે બધા પાયદળના તમામ રેન્ક અને વેટરન્સની અદમ્ય ભાવના અને હિંમતને સલામ કરીએ છીએ, જેઓ અથાક રીતે આપણી સુરક્ષા કરે છે. તેઓ હંમેશા આપણા …

Read More »

પ્રધાનમંત્રીએ મહાન નર્તક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠિત શ્રી કનક રાજુના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક મહાન નર્તક અને સાંસ્કૃતિક પ્રતીક શ્રી કનક રાજુ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ગુસાડી નૃત્યને સંરક્ષિત કરવામાં તેમના સમૃદ્ધ યોગદાન અને સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ પાસાઓને તેમના અધિકૃત સ્વરૂપમાં ખીલવવા માટે તેમના સમર્પણ અને જુસ્સાને બિરદાવ્યો હતો. X પર એક પોસ્ટમાં …

Read More »

પેન્શનધારકો માટે ખુશખબર, ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે જીવન પ્રમાણપત્ર – પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ  નહીં થાય. આ સુવિધા તમામ ડાકઘરોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું છે કે, ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્રિય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે. પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા ડાકઘર બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે. નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવા માં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.

Read More »

પાલીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના ભારત સરકારના નિર્ણયથી ભગવાન બુદ્ધના વિચારોમાં વિશ્વાસ રાખનારાઓમાં આનંદની ભાવના પ્રજ્વલિત થઈ છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના ભારત સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આનાથી ભગવાન બુદ્ધના વિચારોમાં વિશ્વાસ રાખનારાઓમાં આનંદની ભાવના પ્રજ્વલિત થઈ છે. શ્રી મોદીએ કોલંબોમાં ICCR દ્વારા આયોજિત ‘પાલી એક શાસ્ત્રીય ભાષા’ વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લેનારા વિવિધ રાષ્ટ્રોના વિદ્વાનો …

Read More »

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયનાં મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ 24 ઓક્ટોબર, 2024નાં રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં “ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી”નો શુભારંભ કરશે

પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) ભારતીય હવામાન વિભાગ (આઇએમડી), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ)ના સહયોગથી, 24 ઓક્ટોબર, 2024ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ગ્રામ પંચાયતોને 5 દિવસની દૈનિક હવામાન આગાહી અને કલાકદીઠ પૂર્વાનુમાનની ચકાસણીની સુવિધા પ્રદાન કરવા માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી પહેલ શરૂ કરવા જઈ રહ્યાં છે – ગ્રામ પંચાયત-સ્તરની હવામાન આગાહી. ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને ગ્રાઉન્ડ લેવલે આપત્તિની …

Read More »

(i) ‘6.79% જીએસ 2034’, (ii) ‘7.46% જીએસ 2073’ની વેચાણ (ફરી-ઇશ્યૂ) માટે હરાજી

ભારત સરકાર (GoI) એ બહુવિધ ભાવ પદ્ધતિનો ઉપયોગ કરીને કિંમત આધારિત હરાજીના માધ્યમથી ₹22,000 કરોડ (નજીવી) ની સૂચિત રકમ માટે “6.79% સરકારી સુરક્ષા 2034″ના વેચાણ (ફરી જારી)ની જાહેરાત કરી છે. બહુવિધ કિંમત પદ્ધતિનો ઉપયોગ કરીને કિંમત આધારિત હરાજી દ્વારા ₹10,000 કરોડ (નજીવી) ની સૂચિત રકમ માટે “7.46% સરકારી સુરક્ષા 2073” …

Read More »

એનડીટીવી વર્લ્ડ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

એનડીટીવી વર્લ્ડ સમિટમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને હું અભિનંદન આપું છું. આ સમિટમાં તમે લોકો ઘણા વિષયો પર ચર્ચા કરવાના છો…વિવિધ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓ પણ તેમના મંતવ્યો રજૂ કરશે. મિત્રો, જો છેલ્લા 4-5 વર્ષનો સમયગાળો જોઈએ તો… મોટાભાગની ચર્ચાઓમાં એક વસ્તુ સામાન્ય રહી છે… અને તે છે… ચિંતા… ભવિષ્યની ચિંતા… કોરોના દરમિયાન ચિંતા …

Read More »

ભારતીય નૌકાદળ – ઓમાનની રોયલ નેવીનો દરિયાઈ અભ્યાસ (નસીમ અલ બહર)

INS ત્રિકંદ અને ડોર્નિયર મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટે 13થી 18 ઓક્ટોબર 24 દરમિયાન ગોવા નજીક ઓમાન વેસલ અલ સીબની રોયલ નેવી સાથે ઈન્ડો-ઓમાન દ્વિપક્ષીય નૌકા કવાયત નસીમ-અલ-બહરમાં ભાગ લીધો હતો. આ કવાયત બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી: 13થી 15 ઓક્ટોબર 24 દરમિયાન બંદર તબક્કો, ત્યારબાદ સમુદ્ર તબક્કો. બંદર પ્રવૃત્તિઓના ભાગ …

Read More »