Sunday, April 05 2026 | 01:31:39 AM
Breaking News

National

કેબિનેટે ગ્રીન ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ ખનિજ સંસાધનો માટે એક સ્થિતિસ્થાપક મૂલ્ય શૃંખલા બનાવવા માટે ‘નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન’ને મંજૂરી આપી, જેનો ખર્ચ સાત વર્ષમાં રૂ. 34300 કરોડનો થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 16300 કરોડના ખર્ચ અને જાહેર ક્ષેત્રના સાહસો વગેરે દ્વારા રૂ. 18000 કરોડના રોકાણ સાથે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (NCMM)ના લોન્ચને મંજૂરી આપી છે. આત્મનિર્ભર ભારત પહેલના ભાગ રૂપે, અને ઉચ્ચ તકનીકી ઉદ્યોગો, સ્વચ્છ ઊર્જા અને સંરક્ષણમાં મહત્વપૂર્ણ ખનિજોની અનિવાર્ય ભૂમિકાને માન્યતા આપતા, ભારત સરકારે છેલ્લા બે વર્ષમાં મહત્વપૂર્ણ ખનિજ …

Read More »

76માં પ્રજાસત્તાક દિવસ સમારોહનું સમાપન વિજય ચોક ખાતે મધુર બીટિંગ રીટ્રીટ સમારોહની સાથે થશે

રાયસીના હિલ્સ પર અસ્ત થતા સૂર્યની ભવ્ય પૃષ્ઠભૂમિમાં, પ્રતિષ્ઠિત વિજય ચોક ખાતે તા. 29 જાન્યુઆરી, 2025ના રોજ 76માં પ્રજાસત્તાક દિવસ સમારોહના સમાપન પ્રસંગે બીટિંગ રીટ્રીટ સમારોહ દરમિયાન ભારતીય ધૂનોના સૂરોમાં ડૂબી જશે. ભારતીય સેના (IA), ભારતીય નૌકાદળ (IN), ભારતીય વાયુસેના (IAF) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)નાં બેન્ડ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ, અન્ય કેન્દ્રીય …

Read More »

યુવાનો અને નાગરિકોએ દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે: ડૉ. મનસુખ માંડવિયા

ખેડા જિલ્લાનાં નડિયાદમાં આવેલી મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય મંત્રી, શ્રમ રોજગાર અને યુવા બાબતો – રમત ગમત વિભાગનાં મનસુખભાઈ માંડવિયાનાં મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, અહીંથી ડિગ્રી લીધા પછી નવો અભ્યાસક્રમ, ધંધો, વ્યવસાય તમે કરશો. તે પહેલા અહીં સુધી અભ્યાસ પૂર્ણ કરી પહોંચાડનાર તમારી યુનિવર્સિટી, પ્રોફેસરો, સ્ટાફ તરફ તમે એક કૃતજ્ઞતા અને આભારનો ભાવ વ્યક્ત કરો તેમ જણાવી નરેન્દ્ર ભાઈ મોદીના @2047ના વિઝનની વાત કરતા પાંચ પ્રણની જાણકારી આપી હતી. રાષ્ટ્ર માટે યુવાનો અને નાગરિકોએ રોડ મેપ બનાવવો જોઈએ જણાવી તેમની જવાબદારી વધી હોવાનું અને તેનાં થકી વિકસિત ભારત બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.   વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જ નડિયાદની ભૂમિ પર સરદાર પટેલે જન્મ લીધો હતો, આજ ભૂમિ પર તમે અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછીનું તમારું સ્વપ્ન સાકાર કરવું જોઈએ. કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વ અને કર્તવ્ય એક થાય તે વ્યક્તિ મહાત્મા ગાંધી જેવો બને છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું મારું જીવન મારો સંદેશ છે. જો તમારે સફળ થવું છે તો કાર્યકર્તાનો ભાવ રાખો. મંગલ પાંડેથી શરૂઆત થયેલી આઝાદીની લડત વર્ષો સુધી ચાલી અને દેશ આઝાદ થયો છે. ત્યારે હાલમાં યુવાનો અને નાગરિકોએ દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે. કારણ રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યતાનું નિર્માણ, તે માટેની ભાવના- જવાબદારી એ આપણું કર્તવ્ય છે. પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં સામાજિક ક્ષેત્રે જીવનભર સેવા કરનાર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, વિશ્વભરમાં આર્યુવેદના પ્રચાર અને પ્રસાર કરનાર મી. માકૅ રોશેનબર્ગને (ડી.લીટ ) ની પદવી એનાયત કરાઈ હતી. ફેકલ્ટી ઓફ આયુર્વેદા, ફેકલ્ટી ઓફ નર્સિંગ, ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ પેરા મેડિકલ સાયન્સના કુલ 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં હતી. આ પ્રસંગે ગુજરાત સરકારનાં પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ લહેરી, આરએસએસના વેસ્ટન રીઝીયન સંઘ સંચાલક ડો. જયંતભાઈ ભાડેશીયા, ડો. અનિલ કુમાર નાયક, નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, યુનિવર્સિટીના પ્રમુખ ભાસ્કરભાઈ દેસાઈ, પ્રોવોસ્ટ પ્રો ડો. એસ એન ગુપ્તા સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read More »

HMoJS શ્રી સી. આર. પાટીલે નવી દિલ્હીમાં “પાણીના ઉપયોગની કાર્યદક્ષતાઃ સ્થાયી ભવિષ્ય માટે વ્યૂહરચનાઓ” વિષય પર કાર્યશાળાનું ઉદઘાટન કર્યું

જલ શક્તિ મંત્રાલયના નેશનલ વોટર મિશન (NWM) હેઠળ બ્યુરો ઓફ વોટર યુઝ એફિશિયન્સી (BWUE)એ ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિયેશન (આઇપીએ) સાથે મળીને સ્થાનિક જળ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને “વોટર યુઝ એફિશિયન્સી: સ્ટ્રેટેજીઝ ફોર અ સસ્ટેઇનેબલ ફ્યુચર” શીર્ષક હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ એનડીએમસી કન્વેન્શન સેન્ટર, પાલીકા કેન્દ્ર, સંસદ માર્ગ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન માનનીય કેન્દ્રીય …

Read More »

માહિતી અને પ્રસારણ મંત્રાલયે પહેલી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ પહેલા ઇન્ફ્લુઅન્સર્સ, પોડકાસ્ટર્સ, એનિમેશન મેકર્સ અને ગેમ ડેવલપર્સ વગેરે જેવા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ટોચના એવોર્ડ્સની જાહેરાત કરી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)ની આગેવાનીમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તથા શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના હસ્તે નેશનલ મીડિયા સેન્ટર, નવી દિલ્હી ખાતે મુખ્ય પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો છે.  કેન્દ્રીય સંસ્કૃતિ …

Read More »

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી જુઆલ ઓરામ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી …

Read More »

પદ્મ પુરસ્કાર 2025ની જાહેરાત

પદ્મ પુરસ્કાર – દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ શાખાઓ/પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોમાં આ પુરસ્કારો આપવામાં આવે છે. અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિવાસી મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે (24 જાન્યુઆરી, 2025) લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને આગામી પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેનાર એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ઘણાં સહભાગીઓએ પ્રધાનમંત્રીને રૂબરૂ મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, …

Read More »

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! આ ઐતિહાસિક પ્રસંગે આપ સૌને સંબોધન આપતા મને ખૂબ જ આનંદ થાય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. પંચોતેર વર્ષ પહેલાં, 26 જાન્યુઆરીના રોજ, ભારતીય પ્રજાસત્તાકનો આધાર ગ્રંથ એટલે કે ભારતનું બંધારણ, અમલમાં આવ્યું હતું. લગભગ ત્રણ વર્ષ સુધી વિચાર-વિમર્શ કર્યા પછી, બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ …

Read More »

16મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ

ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ 18 જાન્યુઆરી, 2025થી 24 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી આવેલા 200 આદિવાસી ભાઈ-બહેનો અને તેમને અહીંયા લઇને આવેલા 20 એસ્કોર્ટ …

Read More »