ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થયેલી, ‘પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ’ એ ભારતમાં સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સૌથી જૂની વીમા યોજના છે, જેનો લાભ હવે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકો અને માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ લઈ શકે છે. …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ અમૃત ઉદ્યાનનું ઉદઘાટન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (1 ફેબ્રુઆરી, 2025) અમૃત ઉદ્યાન શિયાળુ વાર્ષિક આવૃત્તિ 2025ના ઉદઘાટનમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીના દિવસો છે. ઉદ્યાન 5 …
Read More »પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને દુર્ઘટનામાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. પ્રધાનમંત્રીએ X પર …
Read More »ઉપરાષ્ટ્રપતિ 31 જાન્યુઆરી, 2025ના રોજ ચેન્નાઈ (તમિલનાડુ)ની મુલાકાતે
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 31 જાન્યુઆરી, 2025ના રોજ ચેન્નાઈ, તમિલનાડુના પ્રવાસે જશે. તેમની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ હેઠળની સંસ્થા રાષ્ટ્રીય સશક્તિકરણ સંસ્થા (દિવ્યાંગજન), ચેન્નાઈ દ્વારા આયોજિત શિક્ષણ, સુલભતા અને સુખાકારી માટે હિમાયત પર બધિર-દૃષ્ટિહીન લોકોના ત્રીજા રાષ્ટ્રીય પરિષદમાં …
Read More »ભારતીય રેલવે મૌની અમાવસ્યાની માગને પહોંચી વળવા માટે પ્રયાગરાજ સ્ટેશનથી અત્યાર સુધીની સૌથી વધુ 360 ટ્રેનોનું સંચાલન કરી રહી છે, જેમાં 190 વિશેષ ટ્રેનો, 110 નિયમિત ટ્રેનો અને 50-60 મેમુ ટ્રેનો સામેલ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભાગ લેનારા લાખો શ્રદ્ધાળુઓ માટે સરળ અને સુવિધાજનક પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેએ મોટા પાયે પ્રયાસો હાથ ધર્યા છે. રેલવે બોર્ડના ચેરમેન અને સીઇઓ શ્રી સતીશ કુમારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, યાત્રાળુઓના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા રેલવેએ વ્યાપક પગલાં લીધાં છે. આ પ્રયત્નોના ભાગરૂપે, ભારતીય રેલ્વેએ 14 જાન્યુઆરીએ 132થી 135 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું હતું …
Read More »ડૉ. મનસુખ માંડવિયા નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 29-30 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં બે દિવસીય ” શ્રમ મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદ”ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય કક્ષાનાં મંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ હાજરી આપશે તથા સુશ્રી સુમિતા …
Read More »મહાકુંભ 2025: મૌની અમાવસ્યા પર શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે મેળા પ્રશાસન અને પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ
મહાકુંભ 2025માં મૌની અમાવસ્યાના પવિત્ર અવસર પર પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેમની સુરક્ષા અને સુવિધા માટે મેળા પ્રશાસને ખાસ વ્યવસ્થા કરી છે. ઈમરજન્સીના સંજોગોમાં મેળા પોલીસ, ટ્રાફિક પોલીસ અને ખાસ તબીબોની ટીમો 24/7 ના ભક્તોની મદદ માટે તૈનાત કરવામાં આવે છે. મહાકુંભ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે મૌની અમાવસ્યા …
Read More »અમદાવાદમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત ભારત રંગ મહોત્સવ 2025નું આયોજન
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) તેના ફ્લેગશિપ ભારત રંગ મહોત્સવ (BRM), ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરી રહી છે. જેણે 2024માં સફળતાનાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. પ્રેમથી ‘ભારંગમ’ તરીકે ઓળખાતા બીઆરએમ વિશ્વનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે અને તે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ પથપ્રદર્શક પ્રયાસ થકી એનએસડી ગયા વર્ષની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ, વંદે ભારંગમ’ની પર આધારિત આંતરરાષ્ટ્રીય જોડાણની સાથે મહોત્સવની પહોંચ વિસ્તારી રહ્યું છે. “One Expression, Supreme Creation” (એક અભિવ્યક્તિ, સર્વોચ્ચ સર્જન) ભારત રંગ મહોત્સવ 2025નું આ સૂત્ર સર્જનાત્મક અભિવ્યક્તિમાં એકતાની ભાવના અને સૌનું ઐકય ગુંજી ઉઠે છે. જાણીતા અભિનેતા અને એનએસડીના પૂર્વ વિદ્યાર્થી શ્રી રાજપાલ યાદવને આ વર્ષ માટે રંગ દૂત (ફેસ્ટિવલ એમ્બેસેડર) બનાવવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી અમદાવાદમાં 11 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે 6:00 વાગ્યે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉદઘાટન સમારોહ સાથે મહોત્સવનો પ્રારંભ થશે, જેની શરૂઆતમાં મારે ગયે ગુલફામ નાટક દર્શાવવામાં આવશે. અમદાવાદના કાર્યક્રમ શિડ્યૂલ પર એક નજર કરીએ: મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 (ઉદઘાટન સમારોહ) કાર્યક્રમ: મારે ગયે ગુલફામ સમય: સાંજે 6.00 વાગ્યે લેખક: ફણીશવર નાથ રેણુ નાટ્યકાર. ડાયરેક્ટરઃ રઘુબીર યાદવ ગ્રુપ: રાયરા આર્ટ, મુંબઈ ભાષા: હિન્દી; સમયગાળો: 120 મિનિટ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: અગ્નિ જોલ સમય: સાંજે 6:30 વાગ્યે લેખક: ગિરીશ કર્નાડ અનુવાદ: બિભાસ ચક્રવર્તી ડાયરેક્ટરઃ મનોજ કુમાર સાહા (અબીર) ગ્રુપ: નયાબાદ તિતાસ, કોલકાતા ભાષા: બંગાળી; સમયગાળો: 130 મિનિટ ગુરૂવાર, 13 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: ગોકુલ નિર્ગમના …
Read More »BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન
ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 23 જાન્યુઆરી 2025ના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હોટેલ ઉત્સવ, બાંસવાડા ખાતે યોજાયો હતો જેમાં બાંસવાડાના 90 જ્વેલર્સે ભાગ લીધો હતો. શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ, BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
Read More »ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા’ – મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
જય જગન્નાથ! આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, ઓડિશા સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણી ઉદ્યોગસાહસિકો, દેશ અને દુનિયાના રોકાણકારો, અને ઓડિશાના મારા પ્રિય ભાઈઓ અને બહેનો! જાન્યુઆરી મહિનામાં એટલે કે 2025ની શરૂઆતમાં આ મારી ઓડિશાની બીજી મુલાકાત છે. થોડા દિવસ પહેલા જ, હું અહીં પ્રવાસી …
Read More »
Matribhumi Samachar Gujarati