Wednesday, May 06 2026 | 03:01:22 PM
Breaking News

ક્રૂડ તેલના વાયદામાં રૂ.475નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.763 અને ચાંદીમાં રૂ.4741ની નરમાઇ

કોમોડિટી વાયદાઓમાં રૂ.22482.58 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.172275.43 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14946.56 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.194758.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22482.58 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.172275.43 …

Read More »

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સ્થિત રેલ્વે મેઇલ સર્વિસ ખાતે ડિવિઝનલ લેવલ તાલીમ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

વર્તમાન સમયમાં પોસ્ટ વિભાગ ઝડપી ડિજિટલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સતત તાલીમ અને કૌશલ્ય વિકાસ અત્યંત આવશ્યક છે. પોસ્ટલ સેવાઓમાં કાર્યક્ષમતા, ટેકનિકલ સશક્તિકરણ અને સતત ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલરૂપે 17 એપ્રિલ 2026ના રોજ રેલવે મેઇલ સર્વિસ “એ એમ” મંડળ, અમદાવાદમાં ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરનું …

Read More »

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.390નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.72 અને ચાંદીના વાયદામાં રૂ.2876ની વૃદ્ધિ

કોમોડિટી વાયદાઓમાં રૂ.20323.29 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104691.37 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11801.01 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37079 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.125015.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20323.29 કરોડનાં કામકાજ થયાં હતાં. …

Read More »

સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલના વાયદામાં રૂ.251નો ઉછાળોઃ સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

કોમોડિટી વાયદાઓમાં રૂ.232611 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3351605 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.137703 કરોડનાં સાપ્તાહિક ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37273 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 10થી 16 એપ્રિલના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.3584219.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. …

Read More »

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.472 અને ચાંદીનો વાયદો રૂ.979 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.60ની નરમાઇ

કોમોડિટી વાયદાઓમાં રૂ.19707.83 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.266359.65 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12899.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37302 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.286067.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.19707.83 કરોડનાં કામકાજ …

Read More »

ઉત્તર ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્રે નાણાકીય વર્ષ 2025-26માં ₹246.79 કરોડની રેવેન્યુ હાંસલ કરી, 25% ની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી

ઉત્તર ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્ર, અમદાવાદે પોતાના ઉત્તમ કાર્યોથી બહુઆયામી ઉપલબ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.  પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના નેતૃત્વ હેઠળ ‘ડાક સેવા, જન સેવા’ના મૂળ મંત્રને સાર્થક બનાવતાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કુલ ₹246.79 કરોડની રેવેન્યુ પ્રાપ્ત કરવામાં આવી, જે ગયા નાણાકીય વર્ષ કરતાં 25.07%ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠક …

Read More »

સોનાના વાયદામાં રૂ.172 અને ચાંદીના વાયદામાં રૂ.1171ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.62ની વૃદ્ધિ

કોમોડિટી વાયદાઓમાં રૂ.31465.31 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.322657.93 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19090.89 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.354123.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31465.31 કરોડનાં કામકાજ …

Read More »

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.

Read More »

દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

આગામી વર્ષે હરિદ્વારમાં કુંભનું પણ આયોજન થવાનું છે. આપણે આસ્થાના આ સંગમને દિવ્ય-ભવ્ય અને સ્વચ્છ બનાવવામાં કોઈ કસર બાકી રાખવાની નથી. સાથીઓ, ઉત્તરાખંડમાં નંદા દેવી રાજજાત યાત્રા પણ થાય છે. આ આસ્થાનો ઉત્સવ તો છે જ, આ આપણી સાંસ્કૃતિક ચેતનાનું પણ જીવંત ઉદાહરણ છે. જ્યાં માં નંદાને દીકરી માનીને પૂરા સન્માન સાથે વિદાય આપવામાં આવે છે. આ યાત્રામાં બહેનો-દીકરીઓની ભાગીદારી, તેને વિશેષ બનાવે છે. હું માં નંદાને પ્રણામ કરતા, દેશભરની બહેનો-દીકરીઓને પણ વિશેષ સંદેશ આપવા માંગુ છું. વિકસિત ભારતના નિર્માણમાં તમારી ખૂબ મોટી ભૂમિકા છે. આ દેશની દીકરીઓની, આ દેશની માતાઓની, બહેનોની ખૂબ મોટી ભૂમિકા હું જોઈ રહ્યો છું. અને બહેનો-દીકરીઓની સુવિધા, સુરક્ષા અને લોકશાહીમાં ભાગીદારી, આ ડબલ એન્જિન સરકારની ખૂબ મોટી પ્રાથમિકતા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો, કે દુનિયામાં કેટલું મોટું સંકટ આવ્યું છે. આનાથી દુનિયાના વિકસિત દેશોમાં પણ કેટલો હાહાકાર મચ્યો છે. આવા મુશ્કેલ સંજોગોમાં પણ, સરકારનો નિરંતર પ્રયાસ છે કે આપણી બહેનોને ઓછામાં ઓછી પરેશાની થાય. સાથીઓ, બહેનો-દીકરીઓની ભાગીદારીનો એક વધુ મહત્વનો પડાવ હવે દેશની સામે છે. 4 દાયકાની પ્રતિક્ષા પછી સંસદે, નારીશક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો. આનાથી વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ માટે તેંત્રીસ ટકા અનામત નક્કી થઈ ગઈ. તમામ પક્ષોએ આગળ આવીને આ મહત્વના કાયદાને સમર્થન આપ્યું. હવે મહિલાઓને આ જે હક મળ્યો છે ને, આ હકને લાગુ કરવામાં વાર ન થવી જોઈએ. હવે આ લાગુ થવો જોઈએ. હવે જે 2029માં લોકસભાની ચૂંટણીઓ થશે, હવે ત્યારથી લઈને વિધાન સભાની પણ ચૂંટણીઓ આવતી રહેશે, જે પણ ચૂંટણીઓ આવતી રહેશે, 2029થી જ આ લાગુ થઈ જવું જોઈએ. આ દેશની ભાવના છે, આ દેશની દરેક બહેન-દીકરીની ઈચ્છા છે. માતૃશક્તિની આ જ ઈચ્છાને નમન કરતા, 16 એપ્રિલથી સંસદમાં વિશેષ ચર્ચા નક્કી કરવામાં આવી છે. દેશની બહેનો-દીકરીઓના હક સાથે જોડાયેલા આ કામને, તમામ રાજકીય પક્ષો મળીને સર્વસંમતિથી આગળ વધારે, તેને પૂરું કરે. અને મેં આજે દેશની તમામ બહેનોના નામે એક ખુલ્લો પત્ર લખ્યો છે, સોશિયલ મીડિયામાં કદાચ આ મારો પત્ર આપના સુધી પહોંચ્યો હશે, હોઈ શકે છે ટીવી અને અખબારવાળા પણ આ પત્રનો ઉલ્લેખ કરતા હશે. મેં મોટા આગ્રહ સાથે દેશની માતાઓ-બહેનોને આ કાર્યમાં ભાગીદાર બનવા માટે નિમંત્રિત કરી છે. મને પાક્કો વિશ્વાસ છે કે પત્ર મારા દેશની માતાઓ-બહેનો જરૂર વાંચશે. એક એક શબ્દ પર મનન કરશે, અને આટલું મોટું પવિત્ર કાર્ય કરવા માટે 16-17-18 ને સંસદમાં આવનારા તમામ સાંસદોને તેમના આશીર્વાદ પણ મળશે. હું આજે દેવભૂમિથી દેશના તમામ પક્ષોને ફરી અપીલ કરીશ કે નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારાનું જરૂર સમર્થન કરે. 2029માં આપણા દેશની 50 ટકા જનસંખ્યા આપણી માતાઓ-બહેનો, આપણી દીકરીઓ, તેમને તેમનો હક આપણે આપીને રહીએ. સાથીઓ, હું ઉત્તરાખંડ આવું અને ફોજની વાત ન થાય, તો વાત અધૂરી જ રહે છે. આ ગઢી કેન્ટ, આ સભા સ્થળ, આ ઉત્તરાખંડની મહાન સૈન્ય પરંપરાનું પ્રમાણ છે. અહીં પાસે જ દેશની રક્ષા સુરક્ષા સાથે જોડાયેલી ઘણી સંસ્થાઓ છે, 1962ની લડાઈમાં, શહીદ જસવંત સિંહ રાવત જીના શૌર્યને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. સાથીઓ, સેનાના સામર્થ્યને સશક્ત કરવાનું હોય, અથવા આપણા સૈનિક પરિવારોની સુવિધા અને સન્માન હોય, અમારી સરકાર તે માટે નિરંતર પ્રયત્નશીલ છે. વન રેન્ક વન પેન્શનના માધ્યમથી અમારી સરકારે, અત્યાર સુધી આશરે સવા લાખ કરોડ રૂપિયા પૂર્વ ફોજીઓને તેમના ખાતામાં જમા કરી દીધા છે. ઉત્તરાખંડના પણ હજારો પરિવારોને આનો લાભ મળ્યો છે. આ ઉપરાંત, આ વર્ષે પૂર્વ ફોજીઓ માટે health scheme નું બજેટ પણ છત્રીસ ટકા વધારવામાં આવ્યું છે. 70 વર્ષ અને તેથી વધુના ex-servicemen માટે, દવાઓની door step home delivery પણ શરૂ કરવામાં આવી છે. પૂર્વ ફોજીઓના બાળકોની એજ્યુકેશન ગ્રાન્ટ પણ ડબલ કરવામાં આવી છે. અને દીકરીઓના લગ્ન માટે જે સહાય મળે છે, તેને પણ 50 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે. સાથીઓ, દેશભક્તિ, દેવભક્તિ અને પ્રગતિ, આવા દરેક આયામને જોડતા, આપણે દેશને વિકસિત બનાવવાનો છે. એકવાર ફરી દિલ્હી-વાસીઓને, ઉત્તર પ્રદેશ વાસીઓને, અને એક પ્રકારે દેશવાસીઓને, આ શાનદાર એક્સપ્રેસ-વેની હું ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. મારી સાથે બોલો- ભારત માતાની જય! ભારત માતાની જય! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! ખૂબ-ખૂબ ધન્યવાદ !

Read More »

છત્તીસગઢના સક્તિ જિલ્લામાં પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પર પીએમએ શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સક્તિ જિલ્લામાં એક પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે એમ પણ નોંધ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત …

Read More »