सोमवार, दिसंबर 23 2024 | 04:58:29 AM
Breaking News
Home / Tag Archives: Ahmedabad

Tag Archives: Ahmedabad

અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL)માં “ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મીટીરોઈડ, મીટીયોર, મીટીયોરાઈટ: મેસેન્જર્સ ફ્રોમ સ્પેસ (MetMess-2024)”નું ઉદ્ઘાટન થયું

અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા ખાતે 20 નવેમ્બર, 2024ના રોજ ત્રણ દિવસીય “ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મીટીરોઈડ, મીટીયોર, મીટીયોરાઈટ: મેસેન્જર્સ ફ્રોમ સ્પેસ (MetMess-2024)”નું ઉદઘાટન સવારે 9:30 વાગ્યે કે.આર.રામનાથન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ભારત અને વિદેશના વિદ્યાર્થીઓના નોંધપાત્ર પ્રતિનિધિત્વ સાથે વિવિધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના 150 થી વધુ પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સત્રની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ પીઆરએલના …

Read More »

નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરાયું

આજ રોજ ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત જિલ્લા યુવા અઘિકારી કાર્યાલય, નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા મેરા યુવા ભારત (માયભારત)ના નેજા હેઠળ પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અઘિકારી, અમદાવાદના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવા ના સભાગાર ખાતે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન માટે સમર્પિત નશાબંધી મંડળ, ગુજરાતના વિશેષ સહયોગથી થયું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નશાબંધી મંડળ રાજ્ય સ્તરીય સંયોજન સમિતિના રાજ્ય સંયોજક તન્મય ચેટર્જી દ્વારા પોતાના વિશેષ વ્યાખ્યાનમાં ડ્રગ અને પદાર્થ દુરુપયોગ વ્યસન કે લત લાગવાના કારણો, તેનો ઉદ્ભવ અને તેના નિવારણ અંગે વિસ્તારે સમજૂતી આપી, ત્યાંજ તેમની કચેરીના દસ્તાવેજીકરણ અધિકારી પ્રિયાંક સોલંકીએ પણ AV માધ્યમથી વિષય અનુરૂપ પ્રસ્તુતિ આપી. સાથે જ આ કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત યુવક વિકાસ ટ્રસ્ટના વિક્રમસિંહ રાઠોડ અને ભારતીય સમુદાય શિક્ષણ સંઘના વિમળાબેન મકવાણા દ્વારા પણ વર્કશોપમાં ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા પ્રતિભાગી યુવાનોને વિષે અનુરૂપ પ્રેક્ટિકલ માહિતી આપી તેઓનું જ્ઞાન વર્ધન કર્યું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા યુવા અધિકારી દ્વારા ભગવાન બિરસા મુંડા જયંતીને અનુલક્ષીને જન જાતીય જાગરૂકતા દિવસ અંગે પણ પ્રતિભાગી યુવાનોને આ રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા દિવસ વિષે વિસ્તારે માહિતી આપી, તેઓને શ્રી બિરસા મુંડાના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લેવા માટે પણ પ્રેરિત કર્યા. કાર્યક્રમમાં આયોજક અને અતિથિગણ તથા પ્રતિભાગિયો દ્વારા ટ્રસ્ટ પાંગણમાં ‘એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી, અન્ય લોકો અને યુવાનોને પણ મોટા પાયે જોડવા પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં પ્રતિભાગી યુવાનો માટે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા અલ્પાહાર અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કાર્યક્રમ અધિકારી ડૉ. ગોપાલ લકુમે વિશેષરૂપે હાજર રહી યુવાનોનું માર્ગદર્શન કરેલ અને જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Read More »

નિયુક્ત અદાલતે તત્કાલીન MMTC, અમદાવાદના જનરલ મેનેજર અને ખાનગી કંપનીના ડિરેક્ટરને ભ્રષ્ટાચારના કેસમાં કુલ રૂ. 2.25 લાખના દંડ સાથે 2 અને 3 વર્ષની કેદની સજા ફટકારી

CBl કેસો માટેના વિશેષ ન્યાયાધીશ, અમદાવાદે આજે બી.એસ. સૂર્યપ્રકાશ, MMTC, RO, અમદાવાદના તત્કાલીન જનરલ મેનેજર (GM) અને  સુરેશ ગઢેચા, M/s આર્યાવર્ત ઈમ્પેક્સ પ્રા. લિ.ના તત્કાલીન નિયામક સહિત બે આરોપીઓને સજા ફટકારી છે. આરોપી તત્કાલીન જનરલ મેનેજરને ગુનાહિત કાવતરું, મિલકતની અપ્રમાણિક ખોટી ફાળવણી, જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ, કિંમત સિક્યુરિટીના  બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવાના ગુના બદલ રૂ. 1.25 લાખનો …

Read More »

રિઝર્વ બેંકની 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સ્તરે પ્રશ્નોત્તરી હરિફાઈ અમદાવાદમાં યોજાશે

ભારતીય રિઝર્વ બેંક આ વર્ષે પોતાની 90મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. RBI@90 અંતર્ગત આખા વર્ષ દરમિયાન ચાલી રહેલા ઉત્સવના સમારંભનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા 1 એપ્રિલ, 2024નાં રોજ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરવા માટે દેશભરમાં RBI દ્વારા વિભિન્ન કાર્યક્રમોની એક શ્રેણી આયોજિત કરવામાં આવી રહી છે. આ અંતર્ગત બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે …

Read More »

તહેવારોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, અમદાવાદથી પણ અનેક ટ્રેન ઉપલબ્ધ

છઠ પૂજા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલવે 7,000 જેટલી સ્પેશિયલ ટ્રેન દોડાવી રહી છે. બુધવારે ભારતીય રેલવેએ 164 વિશેષ ટ્રેન દોડાવી હતી. મંગળવારે 136 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. રેલવે આ વર્ષે 7,296 સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે, જે ગયા વર્ષની 4,500 સ્પેશિયલ ટ્રેનો કરતા ઘણી વધારે છે. …

Read More »

વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા માનક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 27મી ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ ખાતે ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લોઅર પ્રોમેનેડ, સરદાર બ્રિજની નીચે રિવરફ્રન્ટ વેસ્ટ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના 1000 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત યોગ અને ઝુમ્બા સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી દિનેશ સિંહ કુશવાહ, ધારાસભ્ય, બાપુનગર, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિકસિત ભારત @ 2047ના વિઝનમાં ભારતીય માનક બ્યુરોના યોગદાન વિશે વાત કરી અને માનક ચિહ્નિત સામાનની ખરીદી પર ભાર મૂક્યો.   શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ BIS, અમદાવાદ એ પણ બધાને ગુણવત્તાની પ્રતિજ્ઞા લેવડાવી. આ વોકથોનને શ્રી દિનેશ સિંહ કુશવાહા, ધારાસભ્ય અને શ્રી સુમિત સેંગર નિદેશકઅનેપ્રમુખ, BIS, અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

Read More »