આઇઆઇટી ગાંધીનગર ખાતે ક્યુરિયોસિટી લેબ દ્વારા સંચાલિત ક્યુરિયોસિટી કાર્નિવલ 2025નું તા. 18 અને 19 જાન્યુઆરી, 2025ના રોજ આયોજન કરવામાં આવશે. વિજ્ઞાનથી માંડીને કળા, ટેકનોલોજી અને વાર્તાકથા સુધીના જિજ્ઞાસુ માનસ માટે આ એક જીવંત ઉજવણી છે! યુવાન સંશોધકો અને સર્જનાત્મક ઉત્સાહીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, વર્કશોપ્સ અને શાળાના બાળકો દ્વારા આકર્ષક ખુલ્લા બજારમાં ડૂબકી મારવાની આ એક સંપૂર્ણ તક છે. કાર્યક્રમની ખાસ વાતો: ક્યુરિયોસિટી કોન્ક્લેવ: ધ કોન્ક્લેવમાં ચર્ચા અને પેનલ ડિસ્કશનની શ્રેણી રજૂ કરવામાં આવશે, જેમાં શિક્ષણમાં નવીનતાઓને આગળ વધારવામાં અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવામાં ઉત્સુકતાની પરિવર્તનકારી ભૂમિકાની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સહભાગીઓને પોસ્ટર પ્રસ્તુતિઓ દ્વારા તેમના સંશોધનને પ્રસ્તુત કરવાની તક પણ મળશે, જે શીખવાના વાતાવરણને ફરીથી આકાર આપવાની અને હકારાત્મક સામાજિક અસરમાં ફાળો આપવાની ક્ષમતા ધરાવે છે. ફિલ્મ ફેસ્ટિવલઃ ક્યુરિયોસિટી કાર્નિવલ ખાતે આયોજિત આ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામેલી સ્પિરિટેડ અવે (2001, જાપાન, જાપાનીઝ) ધ વિઝાર્ડ ઓફ ઓઝ (1939, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લિશ), ડોનાલ્ડ ઇન મેથમેજિક લેન્ડ (1959, યુનાઇટેડ સ્ટેટ્સ, અંગ્રેજી)ની સાથે પ્રાદેશિક ફિલ્મોમાં કુમ્માટ્ટી (1979, ભારત, મલયાલમ) અને અમદાવાદમાં ફેમસ (2015, ભારત, ગુજરાતી) સહિતની ફિલ્મો દર્શાવવામાં આવશે, જેનો હેતુ બાળકની કલ્પનાને વેગ આપવાનો છે. ક્યુરિયોસિટી કાર્નિવલ કોમ્પિટિશન્સઃ ક્યુરિયોસિટી કાર્નિવલનું આકર્ષણ વધારવા પેન.ઓપલી (Pan.oply), પ્રોટોટાઇપિંગ યોર આઇડિયાઝ, ક્રિએટ યોર ઓન ક્યુરિયોસિટી ગેમ્સ એન્ડ પઝલ્સ, કલેક્ટર્સ કેબિનેટ, બુક મેકિંગ કોમ્પિટિશન અને ખૂબ જ લઘુ ફિલ્મ કોમ્પિટિશન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે, જે આકર્ષક પડકારો અને સર્જનાત્મક પ્રદર્શન દ્વારા જિજ્ઞાસા જગાવવા માટે રચાયેલ છે. ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને ક્રિએટિવ ડિસ્પ્લેઃ કાર્નિવલમાં બહુવિધ વર્કશોપ, પ્રવૃત્તિઓ અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ શિક્ષણને આનંદથી ભરપૂર અનુભવમાં પરિવર્તિત કરવાનો છે. કિડ્સ ફ્લી માર્કેટ: ક્યુરિયોસિટી કાર્નિવલમાં 18 વર્ષ સુધીના બાળકો અને યુવાન પુખ્ત વયના લોકો માટે તેમના હાથથી બનાવેલા ઉત્પાદનોને પ્રદર્શિત કરવા અને વેચવા માટે કિડ્સ ફ્લી માર્કેટ રજૂ કરવામાં આવશે. આ ઇવેન્ટનો હેતુ સહભાગીઓમાં સમુદાયના સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. કોણ કરી શકે છે અરજી? બાળકો (ધો. 4-12): કાર્નિવલમાં ભાગ લેનારા સ્કૂલનાં બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે. શિક્ષકો, સંશોધકો અને વ્યાવસાયિકો માટે: ક્યુરિયોસિટી કોન્ક્લેવ માટે રજિસ્ટ્રેશન ફી લાગુ પડે છે.
Read More »ஐஆர்எஸ் அதிகாரிகளுக்கான பயிற்சித்திட்ட பங்குதாரர்கள் / பங்குதாரர் நிறுவனத்தைத் தேர்ந்தெடுப்பதற்கான விருப்ப விண்ணப்பங்களை நாசின் வரவேற்கிறது
மறைமுக வரிவிதிப்புத் துறையில் திறன் மேம்பாட்டுக்கான இந்திய அரசின் தலைமை நிறுவனமான தேசிய சுங்கம், மறைமுக வரிகள் மற்றும் போதைப் பொருள் தடுப்பு அகாடமி (NACIN), ஐஆர்எஸ் (சி & ஐடி) அதிகாரிகளுக்கான இடைக்கால தொழில் பயிற்சித் திட்டத்தின் (எம்சிடிபி) III, IV மற்றும் கட்டம்-V ஆகியவற்றை ஏற்பாடு செய்து வழங்க திறந்த ஒப்பந்தப்புள்ளி செயல்முறை மூலம் பயிற்சி பங்குதாரர்கள் / கூட்டாளர் நிறுவனங்களைத் தேர்வு செய்வதற்கான விருப்ப விண்ணப்பங்களை வரவேற்கிறது. 12.11.2024 அன்று பதிவேற்றப்பட்ட 11.11.2024 தேதியிட்ட “முன்மொழிவுக்கான கோரிக்கை”, 16.12.2024 அன்று மாலை 6:00 மணிக்குள் …
Read More »ഐസറിൽ പിഎച്ച്.ഡി പ്രോഗ്രാമുകളിലേക്കുള്ള പ്രവേശനത്തിന് അപേക്ഷ ക്ഷണിച്ചു
കേന്ദ്രവിദ്യാഭ്യാസ മന്ത്രാലയത്തിന് കീഴിലുള്ള തിരുവനന്തപുരത്തെ ഇന്ത്യൻ ഇൻസ്റ്റിറ്റൂട്ട് ഓഫ് സയൻസ് എജ്യുക്കേഷൻ ആൻഡ് റിസർച്ചിൽ (IISER TVM) പിഎച്ച്.ഡി പ്രോഗ്രാമുകളിലേക്കുള്ള പ്രവേശനത്തിന് അപേക്ഷ ക്ഷണിച്ചു. 2025 ജനുവരി മുതൽ ആരംഭിക്കുന്ന സെഷനു വേണ്ടിയുള്ള അപേക്ഷ 2024 നവംബർ 17 വരെ ഓൺലൈൻ പോർട്ടൽ (www.iisertvm.ac.in) വഴി സമർപ്പിക്കാം. തിരുവനന്തപുരത്തെ IISER- ൽ ഇനിപ്പറയുന്ന വിഷയങ്ങളിലും സെൻ്ററുകളിലും പിഎച്ച്.ഡി ഒഴിവുകൾ ഉണ്ട്: ബയോളജി, കെമിസ്ട്രി, മാത്തമാറ്റിക്സ്, ഫിസിക്സ്, ഡാറ്റ സയൻസ്, എർത്ത്, …
Read More »ബിസിൽ ടീച്ചർ ട്രെയിനിംഗ് കോഴ്സുകളിലേക്ക് വനിതകളിൽ നിന്ന് അപേക്ഷ ക്ഷണിച്ചു
കേന്ദ്ര വാർത്താ വിതരണ പ്രക്ഷേപണ മന്ത്രാലയത്തിന് കീഴിലുള്ള സംരംഭമായ ബിസിൽ ടീച്ചർ ട്രെയിനിംഗ് കോഴ്സുകളിലേക്ക് വനിതകളിൽ നിന്ന് അപേക്ഷ ക്ഷണിച്ചു. ബിസിൽ ട്രെയിനിംഗ് ഡിവിഷൻ നവംബർ മാസം ആരംഭിക്കുന്ന രണ്ടു വർഷം , ഒരു വർഷം , ആറു മാസം ദൈർഘ്യമുള്ള മോണ്ടിസ്സോറി , പ്രീ – പ്രൈമറി, നഴ്സ്സറി ടീച്ചർ ട്രെയിനിംഗ് കോഴ്സുകൾക്ക് ബിരുദം/ പ്ലസ് ടു/ എസ്എസ്എൽസി യോഗ്യതയുള്ള വനിതകൾക്ക് അപേക്ഷിക്കാം.വിശദ വിവരങ്ങൾക്ക് ബിസിൽ ട്രെയിനിംഗ് ഡിവിഷണിൽ …
Read More »