ભારત સરકારે નવા ઉદ્યોગોની સ્થાપના માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ (EC) અને કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (CTE)ના દ્વિ અનુમતિને દૂર કરવાની ઉદ્યોગોની લાંબા સમયની માંગણી સ્વીકારી છે. હવે, બિન-પ્રદૂષિત શ્વેત શ્રેણીના ઉદ્યોગોએ CTE અથવા કન્સેન્ટ ટુ ઑપરેટ (CTO) લેવાની જરૂર રહેશે નહીં. જે ઉદ્યોગોએ EC લીધું છે તેમને CTE લેવાની જરૂર રહેશે નહીં. આનાથી અનુમતિનું ભારણ ઘટશે એટલું જ નહીં, પરંતુ મંજૂરીઓનું ડુપ્લિકેશન પણ અટકશે. MoEFCC દ્વારા એર એક્ટ અને વોટર એક્ટ હેઠળ આ અંગેની સૂચનાઓ જારી કરવામાં આવી છે.
નોટિફિકેશન અસરકારક રીતે આ બે મંજૂરીઓને એકીકૃત કરે છે અને આ સંદર્ભમાં એક સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર (એસઓપી) પણ બહાર પાડવામાં આવી છે, જે ECમાં જ CTE પ્રક્રિયા દરમિયાન ધ્યાનમાં લેવામાં આવતા મુદ્દાઓને આવરી લે છે. EC પ્રક્રિયા દરમિયાન રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સલાહ લેવામાં આવશે. વધુમાં, CTE ફી ઉદ્યોગ દ્વારા ચૂકવવાની રહેશે, જેથી રાજ્યોને આવકમાં કોઈ નુકસાન ન થાય.