गुरुवार, दिसंबर 19 2024 | 02:06:47 PM
Breaking News
Home / अन्य समाचार / 16-30 નવેમ્બર 2024 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયું: સ્વચ્છતા, જાગૃતતા અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

16-30 નવેમ્બર 2024 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયું: સ્વચ્છતા, જાગૃતતા અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Follow us on:

ભારતીય ડાક વિભાગનું સ્વચ્છતા અભિયાન 16-30 નવેમ્બર,2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા સાથે સમાપ્ત થશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 2017 થી ભારતીય ડાક વિભાગમાં સ્વચ્છતા પખવાડા ખૂબ જ પ્રતિબદ્ધતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર,અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવએ જણાવ્યું કે આ વર્ષે,સ્વચ્છ ભારત મિશન એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે,જે અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન દરમિયાન સમગ્ર દેશમાં અને સમાજમાં “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા” થીમ અપનાવવામાં આવી છે. આ થીમ હેઠળ,ભારતીય ડાક વિભાગ સ્વચ્છતા પખવાડા દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા,તમામ નાગરિકોને સ્વચ્છતાની જવાબદારી સમજવા અને સ્વચ્છતાની ટેવને સામાજિક મૂલ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સ્વચ્છતા પખવાડા એ ભારતીય ડાક વિભાગ માટે સ્વચ્છતાને વધુ સારી રીતે અપનાવવાની અને પોસ્ટ ઓફિસો તથા નાગરિક સમુદાયોમાં સેવાની ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની તક છે. ભારત સરકારના મુખ્ય વિભાગ તરીકે,દરેક દિવસ માટે એક યોજના બનાવવામાં આવી છે,જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસો અને રેલવે ડાક સેવા કાર્યાલયો દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા સમારોહ,’એક પેડ માં કે નામ’અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ,પ્રભાત ફેરીઓ જેવી ખાસ પ્રવૃત્તિઓ તથા પત્રો પર સ્વચ્છતાના સંદેશ સાથેની ખાસ સ્ટેમ્પ લગાવામાં આવશે. સ્વચ્છતા અભિયાનના વિજેતાઓને ડિસેમ્બર 2024માં ગુડ ગવર્નન્સ વીક દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સુનિશ્ચિત પ્રવૃત્તિઓ ઉપરાંત,ભારતીય ડાક વિભાગ સ્વચ્છ ભારત મિશન, મિશન LiFE ના ઉદ્દેશ્યોને પ્રસારિત કરવા માટે અન્ય સંબંધિત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરશે, જે એક જવાબદાર રાષ્ટ્રીય સંસ્થા તરીકે ભારતીય ડાક વિભાગની છબીને મજબૂત કરશે.

નોંધનીય છે કે ભારતીય ટપાલ વિભાગ દેશભરમાં તેના 1.65 લાખ પોસ્ટ ઓફિસ અને 4.5 લાખથી વધુ પોસ્ટલ કર્મચારીઓના નેટવર્ક દ્વારા સતત, સર્વગ્રાહી અને સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …