लोड हो रहा है...

ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી આસિફા ઇન્ડિયા દ્વારા વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરવામાં આવ્યું

Saransh Kanaujia
Saransh Kanaujia - Editor
2 Min Read

એનિમેશનને પ્રોત્સાહન આપતી યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વૈશ્વિક એનજીઓ આસિફા ઇન્ડિયા, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એક્સઆરમાં અપવાદરૂપ સિદ્ધિઓની ઉજવણી કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરી રહી છે, જે વૈશ્વિક મંચ પર ભારતના સર્જનાત્મક નેતૃત્વને મજબૂત કરે છે.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ માટે પ્રવેશ 15 ડિસેમ્બર, 2024 સુધીમાં લઈ શકાશે. આ એવોર્ડ્સ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025માં પૂર્ણ થશે.

WAVES Awards of Excellence

વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટેના આ પુરસ્કારોમાં બેસ્ટ કેરેક્ટર એનિમેશન, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ શોર્ટ ફિલ્મ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. વિજેતાઓને ઔદ્યોગિક અગ્રણીઓ પાસેથી માર્ગદર્શન મળશે સાથે નેટવર્કિંગની તકો પણ મળશે. તેમજ સરકારની ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ પહેલ સાથે સુસંગત ભારતની રચનાત્મક ક્રાંતિના ભાગરૂપે ઓળખ પ્રાપ્ત થશે.

- Advertisement -

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00108ZH.jpg

આંતરરાષ્ટ્રીય એનિમેશન ડે ફેસ્ટિવલનું  આયોજન ભારતનાં વિવિધ શહેરોમાં થઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ નિર્માતાઓને આગામી વેવ્સ એવોર્ડ્સ ઑફ એક્સેલન્સમાં તેમની ભાગીદારી માટે પ્રેરિત કરવાનો છે. વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે આગામી સપ્તાહમાં પૂણે, ઇન્દોર, નાસિક, મુંબઇ, નોઇડા, બેંગલુરુ અને અન્ય કેટલાક સ્થળોમાં તેની ઉજવણી કરવામાં આવશે.

અગાઉ, આસિફા ઇન્ડિયાએ 16-17 નવેમ્બર, 2024 દરમિયાન હૈદરાબાદમાં એક સફળ આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસનું આયોજન કર્યું હતું અને  21 નવેમ્બરના રોજ ભોપાલ ડિઝાઇન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો, જેથી આગામી વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સમાં તેમની ભાગીદારી માટે સર્જકોને પ્રેરણા મળી શકે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FOI7.jpg

હૈદરાબાદ IAD’24 દરમિયાન ઉદ્યોગના નિષ્ણાતો સાથે પેનલ ચર્ચા

- Advertisement -

1960માં ફ્રાંસની એનીસીમાં સ્થપાયેલી અને 24 વર્ષથી ભારતમાં સક્રિય રીતે સમુદાયનું નિર્માણ કરવા માટે આસિફા વર્કશોપ, સીજી મીટઅપ અને તેના ઇન્ટરનેશનલ એનિમેશન ડે (આઇએડી) ફેસ્ટિવલ જેવી ઇવેન્ટ મારફતે પ્રતિભા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે તેના યોગદાન માટે પ્રસિદ્ધ છે, જે આ વર્ષે ભારતના 15 શહેરોમાં આયોજિત છે.

વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સ 2025 સબમિટ કરવાની વિગતો:
અંતિમ તારીખ: 15 ડિસેમ્બર 2024

સબમિશન પોર્ટલ: https://filmfreeway.com/asifaiad

ઇન્ડિયા પાસ : india10281892

WAVES પાસકોડ: ASIFAIADINDIA25

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GO70.jpg

મારિયા એલેના ગુટિયરેઝ, હૈદરાબાદ – આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ દરમિયાન આસિફા ઇન્ડિયાના પ્રમુખ સંજય ખીમેસરા દ્વારા ઓળખ આપવામાં આવી હતી

આગામી દિવસો માટે આસિફા ઇન્ડિયા આઇએડી શિડ્યુલ આ પ્રમાણે છે:

શહેરતારીખ
બેંગલુરુ6 ડિસેમ્બર 2024
મુંબઈ (એ.જી.આઈ.એફ.)6 અને 7 ડિસેમ્બર 2024
પુણે29 ડિસેમ્બર 2024
ઈન્દોર14 ડિસેમ્બર 2024
નાસિક3 જાન્યુઆરી 2025
બિલાસપુર18 જાન્યુઆરી 2025
મોહાલી24 જાન્યુઆરી 2025
કોલકાતા31 જાન્યુઆરી 2025

Related Post

Share This Article
Follow:
लेखक वर्ष 2011 से पत्रकारिता के क्षेत्र में सक्रिय हैं। अब तक वे इतिहास से जुड़ी चार पुस्तकों का लेखन कर चुके हैं—‘भारत : 1857 से 1957 इतिहास पर एक दृष्टि’, ‘भारत : 1885 से 1950 इतिहास पर एक दृष्टि’, ‘गाँधी जी की राजनीतिक यात्रा के कुछ पन्ने’ और ‘1857 का स्वतंत्रता समर – कारण से परिणाम तक’। पत्रकारिता के क्षेत्र में वे विशेष रूप से राजनीति, अर्थव्यवस्था, सामाजिक विषयों और आध्यात्म से जुड़े समाचारों एवं विषयों पर लेखन करते रहे हैं। वर्षों के पत्रकारिता अनुभव और विभिन्न विषयों पर निरंतर लेखन के माध्यम से उन्होंने समसामयिक घटनाओं के साथ-साथ ऐतिहासिक, सामाजिक और आध्यात्मिक विषयों को भी पाठकों तक पहुँचाने का प्रयास किया है।