सोमवार, दिसंबर 23 2024 | 09:34:55 AM
Breaking News
Home / अन्य समाचार / દિવાળી અને છઠ પૂજાના તહેવાર દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનોનું સંચાલન

દિવાળી અને છઠ પૂજાના તહેવાર દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનોનું સંચાલન

Follow us on:

મુસાફરોની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલ્વે આ તહેવારોની મોસમ દરમિયાન વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે છઠ અને દિવાળીના અવસર પર ભારતીય રેલવે દ્વારા લગભગ 7,500 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જ્યારે ગયા વર્ષે 4,500 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 2 નવેમ્બર 2024ના રોજ, ભારતીય રેલ્વેએ 168 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવી હતી, જ્યારે 3 નવેમ્બર 2024 ના રોજ, 188 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલ એક અખબારી યાદી મુજબ, મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા આ વર્ષે દિવાળી અને છઠ પૂજા દરમિયાન લગભગ 320 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે . છઠ પૂજા માટે, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સહિત વિવિધ સ્થળોએ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી નિયમિત ટ્રેનો ઉપરાંત આ સ્થળો માટે આ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ઉપલબ્ધતા અને માંગ પ્રમાણે નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ ઉમેરવામાં આવી રહ્યા છે.

3 નવેમ્બર, 2024 ના રોજ, પશ્ચિમ રેલ્વે દ્વારા 18 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને 4 નવેમ્બર, 2024 ના રોજ પણ, મુસાફરોની સુવિધા માટે 22 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.

4 નવેમ્બર 2024ના રોજ પશ્ચિમ રેલ્વેથી દોડતી વિશેષ ટ્રેનોની વિગતો:

અમદાવાદથી ઉપડતી ટ્રેનો:

1. ટ્રેન નંબર 09417 અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી 09.10 વાગ્યે ઉપડશે.

2. ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ અમદાવાદથી 14.10 કલાકે ઉપડશે.

3. ટ્રેન નંબર 09425 સાબરમતી – હરિદ્વાર સ્પેશિયલ સાબરમતીથી 18.45 કલાકે ઉપડશે.

શ્રી વિનીતે વધુમાં જણાવ્યું હતું કે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા અને ટ્રેનોની અવરજવર પર નજર રાખવા માટે, તમામ સ્તરે એટલે કે રેલવે બોર્ડ, ઝોનલ, ડિવિઝનલ અને સ્ટેશન સ્તરે તમામ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિશેષ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્પેશિયલ ટ્રેનોને વ્યાપક પ્રસિદ્ધિ આપવા અને લોકોમાં માહિતીનો પ્રસાર સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધારાની ટ્રેન સેવાઓ વિશે મુસાફરોને જાણ કરવા માટે નિયમિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ, અખબારોની જાહેરાતો અને સ્ટેશનની જાહેરાતો કરવામાં આવી છે. મુસાફરોને ટિકિટ ચેકિંગ સ્ટાફ, આરપીએફ અને જીઆરપી સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત, ભીડ વ્યવસ્થાપન માટે પશ્ચિમ રેલવે દ્વારા વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …