सोमवार, दिसंबर 23 2024 | 10:57:48 AM
Breaking News
Home / अन्य समाचार / સી-ડૉટ અને સી આર રાવ AIMSCS એ “સાઇડ ચેનલ લિકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એનાલિસિસ (SCLCIA) સોલ્યુશન (CCRP)” માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

સી-ડૉટ અને સી આર રાવ AIMSCS એ “સાઇડ ચેનલ લિકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એનાલિસિસ (SCLCIA) સોલ્યુશન (CCRP)” માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

Follow us on:

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (C-DOT), ભારત સરકારના પ્રીમિયર ટેલિકોમ સંશોધન અને વિકાસ કેન્દ્ર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ “સાઇડ ચેનલ લીકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્લેષણ (SCLCIA) સોલ્યુશન”ના વિકાસ માટે સીઆર રાવ AIMSCS સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

C-DOTની આગેવાની હેઠળ સાઇડ ચેનલ લીકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એનાલિસિસ (SCLCIA)ના સહયોગી વિકાસ માટે ભારતીય સ્ટાર્ટ-અપ્સ/સંસ્થાઓ/સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ માટે C-DOT કોલાબોરેટિવ રિસર્ચ પ્રોગ્રામ (CCRP) હેઠળ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ અમલીકરણ ચલાવતી વખતે FPGAમાંથી રીઅલ-ટાઇમ પાવર યુસેજ ચેન્જ દ્વારા સાઇડ ચેનલ ડેટા લીકેજને કેપ્ચર કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સોફ્ટવેર અને સંબંધિત હાર્ડવેર ડેવલપમેન્ટ)નો વિકાસ સામેલ છે.

સી.આર.રાવ એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ (AIMSCS) દેશમાં તેના પ્રકારની પ્રથમ સંસ્થા છે જે ક્રિપ્ટોગ્રાફી અને માહિતી સુરક્ષાના ક્ષેત્રોમાં અદ્યતન સંશોધન અને એપ્લિકેશન્સ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસ્થાએ 380+ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે, ઘણા તકનીકી અહેવાલો તૈયાર કર્યા છે અને ક્રિપ્ટોલોજીના ક્ષેત્રમાં સોફ્ટવેર સાધનો વિકસાવ્યા છે.

C-DOTના ટેકનિકલ ડાયરેક્ટર ડૉ. પંકજ કુમાર દલેલા, મુખ્ય તપાસનીસ શ્રી શ્રીરામુડુ અને સી આર રાવ AIMSCSના ફાઇનાન્સ ઓફિસર શ્રી બી પાંડુ રેડ્ડીની ઉપસ્થિતિમાં એક સમારોહ દરમિયાન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

C-DOTના સીઇઓ ડૉ. રાજ કુમાર ઉપાધ્યાયએ આપણા વૈવિધ્યસભર દેશ દ્વારા સંદેશાવ્યવહારની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવામાં સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ અને વિકસિત તકનીકોની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો અને  “આત્મનિર્ભર ભારત” પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી.

આ સહયોગી કરાર પર હસ્તાક્ષર સ્વ-નિર્ભર ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના લાંબા ગાળાના વિઝનને સાકાર કરવા અને ટેલિકોમ સુરક્ષાના ક્ષેત્રોમાં ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવા તરફ નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …