बुधवार, अक्तूबर 30 2024 | 12:51:11 PM
Breaking News
Home / Choose Language / gujarati / અલગ અને ઈનોવેટિવ અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની માગ ભવિષ્યમાં વધતી રહેવાની છે અને એ માટે આપણે સૌએ તૈયાર રહેવાનું છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર

અલગ અને ઈનોવેટિવ અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની માગ ભવિષ્યમાં વધતી રહેવાની છે અને એ માટે આપણે સૌએ તૈયાર રહેવાનું છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર

Follow us on:

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત યુએમઆઈ-2024 કોન્ફરન્સનો સમાપન સમારંભ યોજાયો. જેમાં કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી તોખન સાહુ, શ્રી કનુ દેસાઈ, નાણામંત્રી, ગુજરાત સરકાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસીય યુએમઆઈ-2025 કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના વિઝન વિકસિત ભારત@2047ને અનુરૂપ અર્બન ટ્રાન્સપોર્ટના પડકારો તથા ઉપાયો વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આજના સમાપન સમારંભમાં વિવિધ કેટેગરીમાં વિજેતાઓને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મીરાબેન પટેલ, મેયર, ગાંધીનગરે બેસ્ટ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ માટે ગાંધીનગરને પ્રાપ્ત એવોર્ડ સ્વીકાર્યો હતો, જ્યારે દક્ષેશ મવાણી, મેયર, સુરતે બેસ્ટ ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે સુરતને પ્રાપ્ત એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે કહ્ હતું કે યુએમઆઈ-2024ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેવું મારા માટે ગૌરવપૂર્ણ છે. હું આ તકે અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ માટેના ઉપાયો માટે કાર્યરત અહીં તમામ લોકોનો આભાર માનું છું. ભારત સરકાર અર્બન મોબિલિટી માટે ખૂબ પ્રયાસો કરી રહી છે. અટલ મિશન જેવા કાર્યક્રમો આ માટે ઉપયોગી થઈ રહ્યા છીએ. ઈલેક્ટ્રીકલ વાહનો અને હાઈબ્રિડ વાહનો ઉપરાંત મેટ્રો રેલ સિસ્ટમમાં મોટાપાયે ભારત સરકાર દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે. 1 કરોડ લોકો દૈનિક મેટ્રોમાં મુસાફરી કરે છે. આજે ભારતનું મેટ્રો નેટવર્ક યુએસ અને ચાઈના પછી આજે વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

શ્રી ખટ્ટરે કહ્યું હતું કે આમ છતાં અલગ અને ઈનોવેટિવ અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની માગ ભવિષ્યમાં વધતી રહેવાની છે અને એ માટે આપણે સૌએ તૈયાર રહેવાનું છે.

આ સમાપન સમારંભમાં તેમણે તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટેની અહીં ઊંડી વિચારણા અને ચર્ચા કરવામાં આવી છે જે ભવિષ્યમાં ઉપયોગી નીવડશે. શ્રી ખટ્ટરે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલા યુએમઆઈ-2024 એક્ઝિબિશનની મુલાકાત પણ લીધી હતી.

આ સમાપન સમારંભમાં કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી તોખન સાહુએ જણાવ્યું હતું કે પ્રસંગે છેલ્લા 3 દિવસથી કાર્યક્રમ યોજાયો અને વિવિધ ચર્ચાઓ યોજાઈ, જેનાથી ભારતની શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું હતું કે મોબિલિટીને સંબંધિત મહત્વના મુદ્દાઓની ઓળખ આપવા યુએમઆઈએ સન્માનીય મંચ પ્રદાન કર્યા છે.

શ્રી સાહુએ જણાવ્યું હતું કે શહેરોને આર્થિક વિકાસના એન્જિન તરીકે જોવામાં આવે છે. આથી શહેરોએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. મેટ્રોમાં દૈનિક મુસાફરોની સંખ્યા 1 કરોડથી વધુ છે. મેટ્રોથી રોજગારીના વિવિધ વિકલ્પો પણ ઉપલબ્ધ થઈ રહ્યા છે. ગતિશીલતા વધારવા, ઈ-બસ સેવા વગેરેને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે વિકાસની નવી ઊંચાઈઓ જોઈ. અગાઉ સિંગલ લેન રસ્તા માટે ઘણો સમય રાહ જોવી પડતી, આજે 2 લેન, 4 લેન, 6 લેન, હાઈવેઝ વગેરે નિર્માણ પામી રહ્યા છે, જે પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરે છે.

યુએમઆઈ-2025 કોન્ફરન્સના સમાપન સમારંભમાં એવોર્ડ્સ વિતરણ સાથે કેન્દ્રીય મંત્રી શ્રી ખટ્ટરે વર્ષ 2025માં યોજાનાર યુએમઆઈ કોન્ફરન્સનું ઓફિશિયલ લોન્ચિંગ કર્યુ હતું. યુએમઆઈ-2025 કોન્ફરન્સનું આયોજન હરિયાણાના ગુડગાંવમાં 22-24 ઓક્ટોબર, 2025 દરમિયાન થવાનું છે.

એવોર્ડ્સ વિજેતાઓ

  1. કોચીને મોસ્ટ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે
  2. ભુવનેશ્વરને બેસ્ટ સિટી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે
  3. શ્રીનગરને નોન-મોટરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટ એવોર્ડ
  4. ગાંધીનગરને બેસ્ટ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ માટે ગાંધીનગરને
  5. સુરતને બેસ્ટ ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે
  6. જમ્મુ શહેરને મોસ્ટ ઈનોવેટિવ ફાઈનાન્સિયલ મિકેનીઝમ માટે
  7. બેંગલુરુને રામચંદ્ર આર. બેંગલોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (બેસ્ટ રેકોર્ડ ઓફ પબ્લિક ઈન્વોલ્વમેન્ટ ઈન ટ્રાન્સપોર્ટ માટે
  8. બેંગલુરુને મેટ્રો રેલ વિથ બેસ્ટ મલ્ટીમોડેલ ઈન્ટિગ્રેશન એવોર્ડ
  9. મુંબઈને મેટ્રો રેલ વિથ બેસ્ટ પેસેન્જર સર્વિસ એન્ડ સેટિસફેક્શન એવોર્ડ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. અને જીઆઈઝેડને એનાયત થયો હતો.
मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (27 ઓક્ટોબર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે.આર. …