सोमवार, दिसंबर 22 2025 | 03:50:15 AM
Breaking News
Home / अन्य समाचार / પોસ્ટ વિભાગ દ્વારા પૂજ્ય દાદા ભગવાનની સ્મૃતિમાં વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી

પોસ્ટ વિભાગ દ્વારા પૂજ્ય દાદા ભગવાનની સ્મૃતિમાં વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી

Follow us on:

દાદા ભગવાન તરીકે વ્યાપકપણે આદરણીય એવા અંબાલાલ મુલજીભાઈ પટેલના જીવન અને શિક્ષણની યાદમાં, પોસ્ટ વિભાગ દ્વારા જેમના જીવન અને ઉપદેશોએ વિશ્વભરમાં અસંખ્ય વ્યક્તિઓને અસર કરી છે એવા આ અસાધારણ આધ્યાત્મિક શિક્ષકના સન્માન માટે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.

10મી નવેમ્બરના રોજ પૂજ્ય દાદા ભગવાનની 117મી જન્મ જયંતી દરમિયાન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂજ્યશ્રી દીપકભાઈ દેસાઈ અને શ્રી દિનેશ કુમાર શર્મા, નવલખી ગ્રાઉન્ડ, વડોદરા ખાતે પોસ્ટ માસ્ટર જનરલની ગરિમામય ઉપસ્થિતિમાં સ્ટેમ્પનું વિમોચન કરવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001LZLX.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VJB2.jpg
પૂજ્ય દાદા ભગવાનની ટપાલ ટિકિટનું વિમોચન

શ્રીમતી નેનુ ગુપ્તાએ તૈયાર કરેલી સ્મારક ટિકિટમાં પૂજ્ય શ્રી દાદા ભગવાનનો  ફોટો છે. તેમની શાંત અભિવ્યક્તિ અને કરુણામય આંખો આંતરિક શાંતિની ઊંડી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે ભક્તોને સત્ય, આત્મ-સાક્ષાત્કાર અને સાર્વત્રિક પ્રેમની શોધ માટે પ્રેરિત કરે છે. આ છબી તેમના ઉપદેશો અને અક્રમ વિજ્ઞાનના માર્ગની યાદ અપાવે છે, જે અનુયાયીઓને આધ્યાત્મિકતા અને આત્મ-જાગૃતિના મૂળમાં રહેલું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036YG7.png

પૂજ્ય દાદા ભગવાન સંબંધિત ટપાલ ટિકિટ

ટપાલ વિભાગ દાદા ભગવાનના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરીને ગર્વ અનુભવે છે. અક્રમ વિજ્ઞાનની સ્થાપના માટે પ્રખ્યાત, દાદા ભગવાનનો ઉપદેશ ત્રિમંદિરો, સત્સંગ કેન્દ્રો અને સમર્પિત સ્વયંસેવકો દ્વારા સતત પ્રેરણા આપે છે. આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અને કરુણામય વિશ્વની તેમની દ્રષ્ટિ ઘણા લોકો માટે માર્ગદર્શક પ્રકાશ છે, જે આત્મ-સાક્ષાત્કાર અને મુક્તિનો સીધો માર્ગ પ્રદાન કરે છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

गीता के शब्द व्यक्तियों के मार्गदर्शन के साथ ही राष्ट्र की नीतियों की दिशा भी निर्धारित करते हैं : नरेन्‍द्र मोदी

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज कर्नाटक के उडुपी स्थित श्री कृष्ण मठ में लक्ष …