बुधवार, दिसंबर 18 2024 | 08:38:27 PM
Breaking News
Home / अन्य समाचार / સોનાના વાયદાના ભાવમાં રૂ.19ની નરમાઈઃ ચાંદીનો વાયદો રૂ.530 વધ્યોઃ ક્રૂડ તેલ રૂ.19 સુધર્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.2342.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં

સોનાના વાયદાના ભાવમાં રૂ.19ની નરમાઈઃ ચાંદીનો વાયદો રૂ.530 વધ્યોઃ ક્રૂડ તેલ રૂ.19 સુધર્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.2342.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં

Follow us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારે ગુરૂ નાનક જયંતી નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. એક્સચેન્જ પર સાંજે 5-00 વાગ્યાથી 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.14249.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.2342.08 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.11907.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 18499 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.132.75 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.1048.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.74179ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.74225 અને નીચામાં રૂ.74080ના મથાળે અથડાઈ, રૂ.74154ના આગલા બંધ સામે રૂ.19 ઘટી રૂ.74135ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.60555ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.7553ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.74147ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89590 અને નીચામાં રૂ.89113ના સ્તરને સ્પર્શી, રૂ.88870ના આગલા બંધ સામે રૂ.530 વધી રૂ.89400ના ભાવે બોલાયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.549 વધી રૂ.89163ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.546 વધી રૂ.89164ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં રૂ.812.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ નવેમ્બર વાયદો રૂ.12.7 વધી રૂ.810ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત નવેમ્બર વાયદો રૂ.5.85 વધી રૂ.281.5ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.10.3 વધી રૂ.245.4ના ભાવ થયા હતા. જ્યારે સીસું નવેમ્બર વાયદો રૂ.1.4 વધી રૂ.179.6ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.507.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5741ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5789 અને નીચામાં રૂ.5741ના મથાળે અથડાઈ, રૂ.5767ના આગલા બંધ સામે રૂ.19 વધી રૂ.5786ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.20 વધી રૂ.5792ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.11 ઘટી રૂ.228.3ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.11 ઘટી રૂ.228.5ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.438.03 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.610.06 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.260.11 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.369.96 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.24.25 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.158.51 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.167.45 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.340.18 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16488 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36433 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9175 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 100750 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 32858 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 52392 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 176067 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19354 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21740 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 18500 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18500 પોઈન્ટના સ્તર અને નીચામાં 18499 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 55 પોઈન્ટ વધી 18499 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.2 વધી રૂ.29.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.05 ઘટી રૂ.7.2ના ભાવ થયા હતા.

મિની કોલ ઓપ્શન્સમાં ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.146.5 વધી રૂ.680ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5750ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.16.5 ઘટી રૂ.17ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.95 વધી રૂ.9.8ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ચાંદી-મિની નવેમ્બર રૂ.88000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.192.5 ઘટી રૂ.574ના ભાવ થયા હતા.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …