गुरुवार, जनवरी 09 2025 | 02:44:24 PM
Breaking News
Home / अन्य समाचार / ડાક વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના પ્રોત્સાહન માટે કરી રહ્યું છે પહેલ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના પ્રોત્સાહન માટે કરી રહ્યું છે પહેલ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Follow us on:

ડાક સેવાઓ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા ઉપરાંત દેશને જોડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. ‘ડિજિટલ ઈન્ડિયા’, રિટેલ અને બેન્કિંગ સેવાઓ દૂરના ગામડાઓમાં પહોંચાડી ગ્રામજનોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવે છે. ડાકઘરોમાં એક જ છત હેઠળ પત્ર-પાર્સલ, બચત બેંક, વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડીબિટ, ડિજિટલ બેંકિંગ, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પરીક્ષેત્ર કચેરી, અમદાવાદમાં વિવિધ મંડળના પ્રવર ડાક અધિક્ષકો, ડાક અધિક્ષકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પરીક્ષેત્ર મેનેજર, સહાયક ડાક અધિક્ષકો અને ઉપમંડલ નિરીક્ષકોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં જણાવ્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સેવાઓથી સમાજના દરેક વ્યક્તિને જોડવું અમારી પ્રાથમિકતા છે. ડાક સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા આયામો સર્જી રહી છે. ડાકઘર હવે નિર્યાત કેન્દ્રો તરીકે પણ કાર્ય કરી રહ્યું છે, જ્યાં ઓડીઓપી, જી.આઇ., અને એમએસએમઇ ઉત્પાદનોને વિદેશમાં મોકલાવીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના ઉદ્દેશ્યને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ડાક વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દેશના વંચિત વર્ગને નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના દાયરા હેઠળ લાવવા માટે વિવિધ પહેલ કરી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા  આપવામાં આવી રહી છે. માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકીના આ યુગમાં, ડાકઘર હજી પણ તેની પરિવર્તિત છબી સાથે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરીક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરીક્ષેત્રમાં હાલ અંદાજે 38.23 લાખ બચત ખાતા, 6.92 લાખ આઈપીપીબી  ખાતા, 4.56 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 41 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 516 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 629 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ બનાવવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષમાં 34 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.12 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 86 હજારથી વધુ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘર બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 21 હજારથી વધુ લોકોએ 6.7 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂક્યો.

આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …