ભારતીય ડાક વિભાગે માહિતી ક્રાંતિના આધુનિક યુગમાં તેની મહેનત અને નવીન ટેકનોલોજીથી વિશ્વની સૌથી મોટી ડાક વ્યવસ્થાની પ્રાસંગિકતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. બદલાતા સમયમાં પોસ્ટ ઓફિસો પણ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ડાક વિભાગના વ્યાપક નેટવર્ક, વિશ્વસનીયતા, સાર્વત્રિક સુલભતા અને સરળ સંચારને કારણે તમામ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહી છે. ઉપરોક્ત નિવેદન સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિવિધ મંડળના ડાક અધિક્ષકો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હવે સંદેશાના વિવિધ માધ્યમો ઉપરાંત બેંકિંગ, વીમા વગેરે જેવી સેવાઓ પણ પોસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આજે પણ લોકોના જીવન સાથે સંકળાયેલી અનેક મહત્વની બાબતો પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી છે. આજે પત્રો, મની ઓર્ડર, પાર્સલ, મેગેઝીન, દવાઓ, મંદિરનો પ્રસાદ, ગંગાજળ, આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચે છે. ‘ડાકિયા ડાક લાયા’ થી ‘ડાકિયા બેંક લાયા’ સુધીની ‘અહર્નિશં સેવામહે’ની સફરમાં ડાક કર્મચારીઓની ભૂમિકામાં સતત મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી ‘વોકલ ફૉર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પનાને મજબૂતી આપી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીની ક્રાંતિના આ યુગમાં, પોસ્ટ ઓફિસ હજી પણ તેની પરિવર્તનકારી છબી સાથે નવા પરિમાણોનું સર્જન કરી રહી છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરિક્ષેત્રમાં હાલ અંદાજે 45.5 લાખ બચત ખાતા, 9.65 લાખ આઈપીપીબી ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 39 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 740 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ અને 16 ગામોને ‘ફાઇવ સ્ટાર વિલેજ’ પણ બનાવવામાં આવ્યા છે. આ નાણાંકીય વર્ષમાં 43 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.55 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 1.64 લાખ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘરે બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 43 હજારથી વધુ લોકોએ 20.5 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાંકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટ મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુનકર, સહાયક નિર્દેશક શ્રી આર. આર. વિરડા, શ્રી જે. કે. હિંગોરાની, શ્રી કે. એસ. ઠક્કર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અભિજીત સિંહ, ભાવનગર મંડલના ડાક અધિક્ષક શ્રી ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડલના ડાક અધિક્ષક શ્રી કે. એસ. શુક્લા, જૂનાગઢ મંડલના ડાક અધિક્ષક શ્રી એ. એચ. ચાવડા, પોરબંદર મંડલના ડાક અધિક્ષક શ્રી આર. જે. પટેલ, સુરેન્દ્રનગર મંડલના ડાક અધિક્ષક શ્રી એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી શ્રી જુગલ કિશોર, આઈપીપીબીના ચીફ મેનેજર શ્રી રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
Read More »પેન્શનધારકો માટે ખુશખબર, ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે જીવન પ્રમાણપત્ર – પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ નહીં થાય. આ સુવિધા તમામ ડાકઘરોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું છે કે, ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્રિય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે. પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા ડાકઘર બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે. નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવા માં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.
Read More »