शनिवार, नवंबर 30 2024 | 01:11:20 PM
Breaking News
Home / Choose Language / gujarati / ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી આસિફા ઇન્ડિયા દ્વારા વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરવામાં આવ્યું

ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી આસિફા ઇન્ડિયા દ્વારા વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરવામાં આવ્યું

Follow us on:

એનિમેશનને પ્રોત્સાહન આપતી યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વૈશ્વિક એનજીઓ આસિફા ઇન્ડિયા, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એક્સઆરમાં અપવાદરૂપ સિદ્ધિઓની ઉજવણી કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરી રહી છે, જે વૈશ્વિક મંચ પર ભારતના સર્જનાત્મક નેતૃત્વને મજબૂત કરે છે.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ માટે પ્રવેશ 15 ડિસેમ્બર, 2024 સુધીમાં લઈ શકાશે. આ એવોર્ડ્સ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025માં પૂર્ણ થશે.

WAVES Awards of Excellence

વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટેના આ પુરસ્કારોમાં બેસ્ટ કેરેક્ટર એનિમેશન, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ શોર્ટ ફિલ્મ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. વિજેતાઓને ઔદ્યોગિક અગ્રણીઓ પાસેથી માર્ગદર્શન મળશે સાથે નેટવર્કિંગની તકો પણ મળશે. તેમજ સરકારની ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ પહેલ સાથે સુસંગત ભારતની રચનાત્મક ક્રાંતિના ભાગરૂપે ઓળખ પ્રાપ્ત થશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00108ZH.jpg

આંતરરાષ્ટ્રીય એનિમેશન ડે ફેસ્ટિવલનું  આયોજન ભારતનાં વિવિધ શહેરોમાં થઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ નિર્માતાઓને આગામી વેવ્સ એવોર્ડ્સ ઑફ એક્સેલન્સમાં તેમની ભાગીદારી માટે પ્રેરિત કરવાનો છે. વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે આગામી સપ્તાહમાં પૂણે, ઇન્દોર, નાસિક, મુંબઇ, નોઇડા, બેંગલુરુ અને અન્ય કેટલાક સ્થળોમાં તેની ઉજવણી કરવામાં આવશે.

અગાઉ, આસિફા ઇન્ડિયાએ 16-17 નવેમ્બર, 2024 દરમિયાન હૈદરાબાદમાં એક સફળ આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસનું આયોજન કર્યું હતું અને  21 નવેમ્બરના રોજ ભોપાલ ડિઝાઇન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો, જેથી આગામી વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સમાં તેમની ભાગીદારી માટે સર્જકોને પ્રેરણા મળી શકે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FOI7.jpg

હૈદરાબાદ IAD’24 દરમિયાન ઉદ્યોગના નિષ્ણાતો સાથે પેનલ ચર્ચા

1960માં ફ્રાંસની એનીસીમાં સ્થપાયેલી અને 24 વર્ષથી ભારતમાં સક્રિય રીતે સમુદાયનું નિર્માણ કરવા માટે આસિફા વર્કશોપ, સીજી મીટઅપ અને તેના ઇન્ટરનેશનલ એનિમેશન ડે (આઇએડી) ફેસ્ટિવલ જેવી ઇવેન્ટ મારફતે પ્રતિભા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે તેના યોગદાન માટે પ્રસિદ્ધ છે, જે આ વર્ષે ભારતના 15 શહેરોમાં આયોજિત છે.

વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સ 2025 સબમિટ કરવાની વિગતો:
અંતિમ તારીખ: 15 ડિસેમ્બર 2024

સબમિશન પોર્ટલ: https://filmfreeway.com/asifaiad

ઇન્ડિયા પાસ : india10281892

WAVES પાસકોડ: ASIFAIADINDIA25

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GO70.jpg

મારિયા એલેના ગુટિયરેઝ, હૈદરાબાદ – આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ દરમિયાન આસિફા ઇન્ડિયાના પ્રમુખ સંજય ખીમેસરા દ્વારા ઓળખ આપવામાં આવી હતી

આગામી દિવસો માટે આસિફા ઇન્ડિયા આઇએડી શિડ્યુલ આ પ્રમાણે છે:

શહેર તારીખ
બેંગલુરુ 6 ડિસેમ્બર 2024
મુંબઈ (એ.જી.આઈ.એફ.) 6 અને 7 ડિસેમ્બર 2024
પુણે 29 ડિસેમ્બર 2024
ઈન્દોર 14 ડિસેમ્બર 2024
નાસિક 3 જાન્યુઆરી 2025
બિલાસપુર 18 જાન્યુઆરી 2025
મોહાલી 24 જાન્યુઆરી 2025
કોલકાતા 31 જાન્યુઆરી 2025
मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ભારતીય અને શ્રીલંકન નૌકાદળનું સફળ એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન

અરબી સમુદ્રમાં શ્રીલંકાના ફ્લેગવાળા માછીમારીના જહાજો દ્વારા સંભવિત માદક દ્રવ્યોની દાણચોરી અંગે શ્રીલંકન નૌકાદળ પાસેથી …