मंगलवार, दिसंबर 03 2024 | 01:17:03 AM
Breaking News
Home / Choose Language / gujarati / ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરી, બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંધારણની પ્રસ્તાવના વાંચી અને તેનું પઠન કર્યું

ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરી, બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંધારણની પ્રસ્તાવના વાંચી અને તેનું પઠન કર્યું

Follow us on:

ભારતીય ડાક વિભાગ દ્વારા 26 નવેમ્બર, 2024 ના રોજ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન અને પઠન કર્યું, જેનો પુનરોચ્ચાર કરતા દરેકે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

આ પ્રસંગે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ જ નથી પરંતુ વિશ્વના લોકશાહી ઈતિહાસમાં એક અનોખો દસ્તાવેજ પણ છે. આપણા બંધારણની દરેક કલમ દરેક નાગરિકોના અધિકારોની બાંયધરી છે અને ફરજોનું પવિત્ર સ્મૃતિપત્ર છે. શ્રી યાદવે કહ્યું કે આપણા બંધારણમાં લોકશાહિ દૃષ્ટિકોણ સાથે પ્રગતિ અને સમૃદ્ધિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. બંધારણમાં રહેલી ભાવનાને અપનાવીને જ આપણે લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ. આપણું બંધારણ અમારો સંકલ્પ છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ ભારતના બંધારણને અંગીકારિત, અધિનિયમિત અને આત્મસંપૂર્ણ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાએ 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસની કઠોર મહેનત પછી બંધારણ તૈયાર કર્યું. આને અંગીકારિત કરતાં સમયે સંવિધાનમાં 395 કલમો અને 8 અનૂસૂચીઓ હતી અને તેમાં લગભગ 1,45,000 શબ્દો હતા, જે તેને અત્યાર સુધી અપનાવવામાં આવેલ સૌથી લાંબુ રાષ્ટ્રીય બંધારણ બનાવે છે. બાદમાં, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે, 19 નવેમ્બર 2015 ના રોજ એક જાહેરનામામાં , દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાની વાત કરી.

આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંવિધાન દિવસના અવસર પર શપથ લીધી.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ડો. મનસુખ માંડવિયાએ ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)ની 236મી બેઠકની અધ્યક્ષતા કરી

ડૉ. કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે ​​નવી …